જામનગર શહેરમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને SOGએ ઝડપી પાડ્યો 

આટલી થાય છે ગાંજાની કીમત

જામનગર શહેરમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને SOGએ ઝડપી પાડ્યો 

My samachar.in : જામનગર

ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે તે દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા જામનગર ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય દ્વારા જામનગર જિલ્લામાં આ બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ.નીનામાના માર્ગદર્શન તથા સૂચના મુજબ પીએસઆઈ   આર.વી.વીંછી તથા વી.કે.ગઢવીના નેતૃત્વ વાળી ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ કોડિયાટર અને ઘનશ્યામ ડેરવાળીયાને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે રેઇડ કરતા આરોપી ઇકબાલ ઉર્ફે રફીક લુખો મુસાભાઈ ચાવડા જે નવા રેલ્વે સ્ટેશન પાછળ એકડે એક બાપુની દરગાહ પાસે જામનગર વાળાને 4 કિલો ગાંજાના જથ્થા સાથે કુલ કિ. રૂ. 47,840/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં આ ઇસમ વિરુદ્ધ સીટી “બી” ડીવી. પો.સ્ટે. માં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.