દેવભૂમિ દ્વારકા જીલ્લા બાદ જામનગરના ચેલાગામેથી મેફેડ્રોન પાઉડરના જથ્થા સાથે એક શખ્સને ઉપાડી લેતી SOG 

મોંઘા નશાનો વ્યાપાર 

દેવભૂમિ દ્વારકા જીલ્લા બાદ જામનગરના ચેલાગામેથી મેફેડ્રોન પાઉડરના જથ્થા સાથે એક શખ્સને ઉપાડી લેતી SOG 

Mysamachar.in:જામનગર

ગુજરાત રાજ્યમાં નશાના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા જામનગર પોલીસ સતત સર્તક હોય એવામાં આજે એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામાના માર્ગદર્શન તથા સુચના મુજબ એસઓજી ટીમના સ્ટાફને ખાનગી બાતમી હક્કિત મળેલ કે “ઇમ્તિયાઝ રસીદભાઇ લાખા રહે, ચેલા ગામ તા.જી. જામનગર વાળો તેમના રહેણાંક મકાને ગેરકાયદેસર કેફી માદક પદાર્થ છુટક વેચાણ કરે છે તેવી હકિકત મળતા ઉપરોકત જગ્યાએ રેઈડ કરતા મજકુર ઇસમના રહેણાંક મકાનેથી પાવડર 34  ગ્રામ તથા અન્ય મુદામાલ મળી કી.રૂા.3,50,200/- સાથે મળી આવતા તેના વિરૂધ્ધ પંચ બી પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.