સરપંચ સંચાલિત જુગારધામ પરથી જુગાર રમતા આટલા જુગારીઓ ઝડપાયા

2 કાર સહીત લાખોનો મુદ્દામાલ કબજે કરતી પોલીસ

સરપંચ સંચાલિત જુગારધામ પરથી જુગાર રમતા આટલા જુગારીઓ ઝડપાયા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા ગામે સ્થાનિક પોલીસે સરપંચ સંચાલિત જુગારધામ ઝડપી પાડ્યું હતું જેમાં કાર, મોટરસાયકલ સહિત રૂપિયા 6,80,300ના મુદ્દામાલ સાથે 12 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે સરપંચ સહિત ચાર ફરારી આરોપીઓ સામે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી,

ભાણવડ પોલીસને મળેલ જુગારના બાતમીને આધારે કાટકોલા ગામની સીમમાં આવેલ મયુરભાઈ મુરુભાઈ ગાગિયાની વાડીમાં કાટકોલા ગામના સરપંચ યોગેશભાઈ દાનાભાઈ કરમુર તથા મંગાભાઈ અરશીભાઈ કરમુર સંચાલિત જુગારધામ ઉપર દરોડો પાડીને જુગાર રમતા અનિલભાઈ બાબુભાઇ ભૂત રહે.લાલપુર, સાગર જનકભાઈ ચુડાસમા રહે.જામ જોધપુર, જીગ્નેશભાઈ ગોરધનભાઈ ચુડાસમા રહે. જામ જોધપુર, પ્રવીણ કારાભાઈ બગીયા રહે. જામ જોધપુર, માલદે લાખાભાઈ ભાટિયા રહે. કાટકોલા, દિનેશભાઈ નારણભાઈ વાઢીયા રહે.જામ જોધપુર, પુનિત કનુભાઈ મકવાણા રહે. જામ જોધપુર, નાગજીભાઈ ઉર્ફે નાગજણ ખીમભાઈ વાઢીયા રહે. જામજોધપુર, દિનેશ કેશવભાઈ ડાભી રહે. જામજોધપુર, અશોકભારથી રમણિકભારથી ગોસ્વામી રહે. લાલપુર, મુકેશભાઈ જેન્તીભાઈ કક્કડ રહે. જામજોધપુર, હેમંત પાલાભાઈ ગાગિયા રહે. કાટકોલાને સ્થળ ઉપરથી જુગાર રમતા ઝડપી પાડયા હતા.

જ્યારે અન્ય ફરારી આરોપી કાટકોલા ગામના સરપંચ યોગેશભાઈ દાનાભાઈ કરમુર, મંગાભાઈ અરશીભાઈ કરમુર, મયુર દાનાભાઈ કરમુર, ગોકુલ ઉર્ફે ગોગો લખુભાઈ કોળી રહે.બધા કાટકોલા વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ભાણવડ પી.એસ.આઈ એન.એચ.જોષી દ્વારા હાથ ધરવામાં આવી છે.