હાઇવે પરથી આઇશર ગાડીમાં ઘરવપરાશના સામાનની આડમાં વિદેશી દારૂની હેરફેર ઝડપી પાડતી પોલીસ 

2597 બોટલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 12લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત 

હાઇવે પરથી આઇશર ગાડીમાં ઘરવપરાશના સામાનની આડમાં વિદેશી દારૂની હેરફેર ઝડપી પાડતી પોલીસ 

Mysamachar.in-આણંદ:

રાજ્યમાં દારૂબંધી વચ્ચે વધુ એક વખત અલગ રીતે દારુ ઘુસાડવાના પેતરાનો પર્દાફાશ આણંદ એલસીબીએ કર્યો છે. ઘરવખરીના સામાનની આડમાં દારૂની હેરાફેરી પોલીસે ઝડપી એક શખ્સને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આણંદ એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકિકત મળેલ કે આઇશર ગાડી નં.MH46MB0109 માં ઘર વપરાશના જુના પલંગ તિજોરીઓ, સોફા તથા કુલર વિગેરેનું પરિવહન કરવાની આડમાં દારૂનો જથ્થો ભરી વાસદથી તારાપુર હાઇવે થઇ ભાવનગર તરફ જવાની હોવાની મળેલ ચોક્કસ માહિતી આધારે તારાપુર થી વટામણ તરફ જતા રોડ ઉપર ખેતલા આપા ટી સ્ટોલ નજીક વિહત લાખુ ફાર્મ ગુરૂકૃપાલ કાઠીયાવાડી હોટલ સામે બાતમી વાળી આઇશર ગાડીને રોકી ડ્રાઇવરને સાથે રાખી ટૂંકમાં જોતા ઘરવખરીનો જુનો સામાન ભરેલ હતો

જે ખસેડી ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્ષ મુકેલા હતા. જેથી ઘરવખરીના સામાનની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ હોઇ તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડેલ ઇસમ વિરૂધ્ધમાં તારાપુર પોલીસ મથકમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બળવંત રામ સ્વરૂપ ચમારને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલો કુલ નંગ-2597 કિ.રૂ. 9,80,300 તથા આઇશર ટેમ્પો, મોબાઇલ ફોન-2, રોકડ રકમ, ઘર વપરાશનો સામાન વિગેરે મળી કુલ્લે કિ.રૂ. 12,87,830 નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.