જામનગરમાં એક જ રાતમાં 4 મકાન અને 1 મંદિરને નિશાન બનાવતા તસ્કરો

સીસીટીવીમાં ઘટના કેદ

જામનગરમાં એક જ રાતમાં 4 મકાન અને 1 મંદિરને નિશાન બનાવતા તસ્કરો

My samachar,in:-જામનગર

જામનગર શહેરમાં એક જ રાતમાં તસ્કરોએ ચોરીની એક બાદ એક એમ ચાર જેટલી ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું સામે આવે છે.જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલ યુવા પાર્ક 2 નામના વિસ્તારમાં કેટલાક તસ્કરો ગતરાત્રીના સમયે ત્રાટક્યા હતા જેને 3 ટેનામેન્ટ 1 ફ્લેટ ઉપરાંત સોમનાથ મહાદેવ મંદિરનો પાછલો દરવાજો તોડી ચોરીનો પ્રયાસ કર્યો છે, પ્રાથમિક વિગત મુજબ આ ચોરીની ઘટનામાં એક મકાનમાંથી અંદાજે દોઢ લાખનું સોનું અને રોકડ, બીજા મકાનમાંથી 2 હજાર રૂપિયા ચાંદીની 4 મૂર્તિ, 20,000 રોકડા જયારે સોમનાથ મહાદેવના મંદિરમાં માત્ર પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે.પોલીસ આ મામલે સ્થળ પર પહોચી છે અને વધુ તપાસ શરુ કરી છે.