ઘોર કળિયુગ જ્યાં માણસને આખરી પળે જવાનું છે ત્યાં જ ખાતર પાડ્યું

શું ચોરી કરી ગયા ચોર જાણો...

ઘોર કળિયુગ જ્યાં માણસને આખરી પળે જવાનું છે ત્યાં જ ખાતર પાડ્યું

Mysamachar.in-રાજકોટ:
આમ તો ઘર દુકાન ગોડાઉનમાં તસ્કરીની ઘટના અવારનવાર સામે આવતી હોય છે, પણ ઘોર કળિયુગ ત્યારે કહેવાય કે જ્યાં માણસને આખરી પળે જવાનું છે ત્યાં જ તસ્કરો ત્રાટકે...વાત છે રાજકોટની જ્યાં રાજકોટ અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક નવાગામ ખાતે સ્મશાનમાં ચોરીની ઘટના સામે આવી છે. નવાગામ સ્મશાનમાં ઘુસી બે શખસે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. રાત્રિના 11.32 વાગ્યે બે શખસે સ્મશાનમાં પ્રવેશ કરી લાકડા કાપવાના મશીન સહિત સામાન મળી કુલ રૂપિયા 2 લાખના મુદામાલની ચોરીને અંજામ આપ્યાનું સામે આવ્યું છે. જેમાં ચોરી કરતા બે શખસ CCTV કેમેરામાં કેદ થયા છે.ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે આનાથી વધારા ઘોર કળિયુગ બીજો શું હોય..?