Mysamachar.in-અમદાવાદ
જે તસ્કરો ચોરી કરતા હોય તેની અલગ અલગ મોડસઓપરેન્ડી હોય છે, જેમાં કોઈ કાર તો તો કોઈ બાઈક અને કોઈ મોંઘીદાટ ચોરી કરવાના શોખીન હોય છે, એવામાં મોંઘીદાટ કારની ચોરી કરનાર ચોરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આધુનિક ટેકનોલોજીથી લક્ઝુરિયસ ગાડીઓ ચોરી કરનાર આ આરોપી લક્ઝુરિયસ ગાડીઓની ચોરીએ પણ જાણવા જેવું છે. આરોપીનું નામ સત્યેન્દ્ર સિંહ છે. જે દેશના જુદા-જુદા રાજ્યોમાંથી લાખો કરોડોની મોંઘીદાટ ગાડીઓ ચોરી કરતો હતો.
આરોપી સત્યેન્દ્રસિંહએ પુનામાંથી એમબીએનો અભ્યાસ કર્યો હતો. અને 2014થી આરોપી કાર ચોરીના ગુનાઓમાં સંડોવાયો હતો. અગાઉ 2014માં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને કાર ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો હતો. તે સમયે આરોપી સર્વિસ સેન્ટરમાં જઈને કી સ્ટેન્ડમાંથી ચાવી ઉઠાવી અન્ય ગેટ પાસેથી ગાડી ચોરી કરી લેતો હતો. આરોપી સત્યેન્દ્ર સિંહ આજના આધુનિક સમયની સાથે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી આધુનિક રીતે ગાડીઓ ચોરી કરી લેતો હતો.
આ ચોરીના પર્દાફાશમાં ખુબ મહત્વની બાબત એવી છે કે યુટ્યુબ પર વીડિયો જોઈ આધુનિક ટેકનોલોજીથી પ્રેરાઈને તેને ચેન્નઈથી બે લાખ રૂપિયામાં કી, કટર મશીન અને સેન્સર મંગાવ્યા અને ત્યાર બાદ કાર ચોરી કરવા માટે તેનો ઉપયોગ કરતો હતો, યુ ટ્યુબ પર વિડીયો જોયા બાદ સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કારમાં સેન્સર તથા જીપીએસ લગાવી સ્કેનર મશીનથી કારની નકલી ચાવી બનાવી મોંઘીદાટ ગાડીઓ ચોરી કરવાની એમ.ઓ.થી કાર ઉઠાવી લેતો હોવાનું સામે આવ્યું છે, દેશના અલગ-અલગ રાજ્યો તથા અમદાવાદમાંથી ચોરાયેલી કુલ 12 ગાડીઓના ચોરીનો ભેદ ઉકેલ્યા છે.