મહિલા તલાટીમંત્રી વતી દુકાનદારે સ્વીકાર્યા સવા લાખ, બન્ને ઝડપાયા

આ કામ માટે તલાટીમંત્રીએ માગી હતી લાંચ

મહિલા તલાટીમંત્રી વતી દુકાનદારે સ્વીકાર્યા સવા લાખ, બન્ને ઝડપાયા

Mysamachar.in:દેવભૂમિ દ્વારકા

રાજ્યમાં દિનપ્રતિદિન લાંચિયા બાબુઓની સંખ્યા વધી રહી છે, વારંવાર એસીબીની ટ્રેપ છતાં લેનાર બાબુઓને કોઈનો ડર ના હોય તેમ લાગે છે. આવો જ વધુ એક એસીબી ટ્રેપનો કિસ્સો દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકામાં સામે આવ્યો છે જ્યાં તલાટીમંત્રી વતી લાંચ લેતા દુકાનદાર અને મહિલા તલાટીમંત્રી બન્ને ઝડપાઈ ચુક્યા છે, આ કેસની એસીબીએ જાહેર કરેલ વિગતો એવી છે કે..

કલ્યાણપુરના જામખીરસરા ગામે પ્લોટ ધરાવતા યુવાનને ગામ નમુના નં.2 કઢાવવા માટે તલાટી મંત્રીને અરજી આપી હતી, જે કાઢવા માટે તલાટી દ્વારા 2 લાખની લાંચ માંગવામાં આવી હતી, રકઝકના અંતે રૂ.1.25 લાખ નકકી થતાં યુવાને એસીબીમાં ફરિયાદ કરતા તલાટી વતી રૂપિયા લેનાર દુકાનદાર તથા તલાટી બન્ને ઝડપાઈ ગયા હતાં, ફરિયાદીના પિતાની માલિકીના સને-1979ની સાલમાં ગ્રામ પંચાયત તરફથી જામ ખીરસરા ગામમાં પ્લોટ નં-29 ફાળવેલ હોય અને તેની સનદ પણ ફરિયાદી પાસે હોય આ પ્લોટનો ગામનો નમૂનો નં-2 કઢાવવો હોય ફરિયાદીએ તલાટી કમ મંત્રીને અરજી આપેલ હતી.

ગામનો નમૂનો ન-2 કઢાવવા માટે રૂ.2,00,000ની તલાટી કમ મંત્રીએ લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.1,25,000 આપવાનું નક્કી થયેલ હોય આ લાંચના રૂપિયા ફરિયાદી આપવા માંગતા ના હોય જેથી ફરિયાદએ દ્વારકા એ.સી.બી. પો.સ્ટે.નો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ પૈસા રાવલ ગામે (પ્રજાજન) જયસુખ ઉર્ફે જલો અરજણ પીપરોતરની દુકાને આપવા નક્કી કરેલ અને આ વાયદા મુજબ તા.21-05-23ના રોજ રાવલ ગામે જઈ જયસુખ ઉર્ફે જલો વાળાની દુકાને ફરિયાદીએ વાયદા મુજબના રૂ.1,25,000 આપવા જતા આરોપી હર્ષાબેન આલાભાઈ કારેણા સાથે જયસુખ ઉર્ફે જલો વાળાએ હેતુલક્ષી વાતચીત કરી. લાંચના રૂપિયા સવા લાખ મહિલા તલાટીમંત્રી હર્ષાબેન આલાભાઈ કારેણા વાળાના કહેવાથી સ્વીકારી ટ્રેપ દરમ્યાન જયસુખ ઉર્ફે જલો વાળા સ્થળ ઉપર પકડાઈ ગયેલ અને હર્ષાબેન આલાભાઈ કારેણા તેના રહેણાંક મકાને હાજર મળી આવતા પકડાઇ ગયાની વાત દ્વારકા જીલ્લામાં ગતરોજ ભારે ચર્ચાનું કેન્દ્ર રહી હતી.