ચોકાવનારો કિસ્સો, એવું તો શું થયું હશે કે 10 વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો...
પોલીસ પણ ચલાવી રહી છે તપાસ

My samachar.in:-રાજકોટ
રાજકોટથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.રાજકોટમાં 10 વર્ષની બાળકીના આપઘાતથી ચકચાર મચી ગઈ છે. અને એવું તો શું થયું હશે કે આટલી નાની વયે બાળકીએ આપઘાત કરી લીધો હશે, જો કે આ ચોકાવનારી ઘટનાએ વાલીઓને ચિંતામાં મૂક્યા છે.પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી ન્યુ જાગનાથ પ્લોટમાં રહેતા કરિશ્મા સોની નામની 10 વર્ષની દીકરીએ આપઘાત કર્યો છે. તેણે ગત રોજ બપોરના સમયે બાથરૂમમાં જઈને એન્ગલ સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો.માતાપિતાએ તેને જોતા તે બાથરૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી.જેના બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યા ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી..
આપઘાત અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.પરપ્રાંતિય પરિવારની 10 વર્ષની બાળકીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.પરંતુ સવાલ એ થાય આટલી નાની ઉંમરમાં બાળકોને કેમ આપઘાત કરવાનો વિચાર આવે છે. એવું તો શું બદલાઈ રહ્યું છે હવે બાળકોમાં આપઘાતનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે.શા માટે માસૂમ બાળકો મરવા માટે મજબૂર બને છે.