Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દરીયાઇ જીવસૃષ્ટીના વ્યાપાર અને સંગ્રહ કરનાર પર મરીન વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે, દેવભૂમિ દ્વારકા પંથકમાં દરીયાઇ જીવસૃષ્ટીના શંખ અને સીફેન એટલે કે ઈન્દ્રજાળના ગેરકાયદે સંગ્રહ અને વેંચાણ મામલે મરીન વિભાગની ટીમે મીઠાપુરમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડી 218 કિલો જેટલા પ્રતિબંધિત શંખોના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીઘો હતો જેની પ્રાથમિક પુછપરછમાં વધુ 122 નંગ સીફેન(ઇન્દ્રજાળ) મળી આવ્યા હતા જે કબજે કરીને મરીન નેશનલ ટીમે તેની અટક કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.
દરીયાઇ જીવસૃષ્ટીના શંખોના ગેરકાયદે સંગ્રહ અને વેપલા મામલે બાતમીના આધારે મરીન વિભાગની અલગ અલગ ટીમ બનાવીને શંકાસ્પદ હિલચાલ પર વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં મરીન ટીમે મીઠાપુરમાં ટાટા કંપનીના બાબલા કવાર્ટર્સ વિસ્તારમાં રહેતા વિજય પરમારના રહેણાંક પર તપાસ હાથ ધરી હતી. જેમાં અંદરથી દરીયાઇ જીવસૃષ્ટીના ગેરકાયદે સંગ્રહ કરાયેલા 218 કિલો શંખ મળી આવ્યા હતા.આથી મરીન નેશનલની ટીમે તેની પુછપરછ હાથ ધરી હતી જે દરમિયાન વધુ એક સ્થળેથી પણ 122 નંગ સી ફેન(ઇન્દ્ર જાળ) મળી આવ્યા હતા. ગેરકાયદે સંગ્રહિત આ જથ્થો વન વિભાગે કબજે કરી તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.