જામનગરમાં ફાયર NOC વિના ફટાકડા વેચાણ કરો, ફાયર વિભાગ આશિર્વાદ આપે છે 

અહો આશ્ચર્યમ...આટલા દિવસોમાં માત્ર 25 ને જ NOC

જામનગરમાં ફાયર NOC વિના ફટાકડા વેચાણ કરો, ફાયર વિભાગ આશિર્વાદ આપે છે 

Mysamachar.in-જામનગર:

આમ તો ફટાકડા વેચાણ કરવા સહેલા નથી પણ જો તમારે જામનગરમાં ફટાકડા વેચાણ કરવા છે અને તે પણ ફાયર NOC વિના તો તમારે કોઈ ચિંતા કરવાની જ જરૂર નથી કારણ કે જામનગર મહાનગરપાલિકાનો ફાયર વિભાગ ફટાકડા વેચાણ કરનારાઓને NOC ચેક કરીશું પણ રાખવું તમારે રાખવું જરૂરી નથી .!!? તેવો ઘુટડો ગળે ઉતારી રહી હોય તેમ લાગે છે, કારણ કે બે દિવસ પૂર્વે જયારે my samachar દ્વારા ફાયર વિભાગ પાસેથી વિગતો લેવામાં આવી તો ત્યારે પણ શહેરમાં કરવા પડે તેમ હોય તેવા અને સામે વેચાણ કરનાર પણ નિયમમાં માનતા હોય તેવા ફટાકડાના માત્ર ને માત્ર 25 સ્ટોલ્સ કે દુકાનધારકને જ ફાયર NOC ઇસ્યુ કરવામાં આવ્યા હોવાનું જણાવવું હતું. આજે પણ ફાયર વિભાગના સી.એસ.પાંડિયનને એ જ બે દિવસ પહેલાની કેસેટ વગાડીને કહ્યું કે હજુ 25ને જ NOC આપવામાં આવ્યા છે.અને બાકીની કાયર્વાહી ચાલી રહી છે, તો આ કાર્યવાહી ક્યારે દિવાળી ચાલી જાય બાદમાં અને કોઈ દુર્ઘટના સર્જાઈ જાય બાદમાં જ પૂર્ણ થશે... તેવો સવાલ હવે ઉઠી રહ્યો છે.

ફાયર વિભાગે કરવી જોઈતી નિયમો મુજબ કરવી જોઈતી કાર્યવાહીને બદલે સ્ટાફને ગમતી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને પરિણામે શહેરમાં અંદાજે 200થી વધુ સ્થળોએ (આનાથી વધુ પણ ગણતરી કરીએ તો નીકળે) ત્યાં ફાયર NOC વિના જ ફટાકડા જાહેરમાં વેચાણ થઇ રહ્યા છે તે કોઈ પણ જોઈ શકે તેવું સ્પષ્ટ છે, બિન્દાસ્ત ફટાકડાનું વેચાણ જોખમી રીતે અને ફાયર સેફટી એક્ટ સહિતના કાયદાઓ અને ફાયર વિભાગના NOCને નેવે મુકીને ચાલી રહ્યું છે.પરંતુ ફાયર વિભાગ માનવતાના ધોરણે મન મોટું રાખીને જેની પાસે ફાયર NOC નથી તેને પણ ફટાકડા વેચાણ કરવા દે છે.આ તે કેવી વિચિત્રતા..? 

ફાયર વિભાગના પાંડિયન જણાવે છે કે જેમ પૈસા ભારે તેમ ફાયર NOCની પ્રકિયા કરવામાં આવી રહી છે. વધુમાં તેવો જણાવે છે કે અમે મન મોટું રાખીને તેની ટાઈમ લીમીટમાં લઇ લે માટે મૌખિક સૂચનાઓ આપીએ છીએ, અરે ભાઈ આ દારૂગોળાનું વેચાણ છે આમાં મૌખિક સુચના ના હોય...આમાં તો કાયર્વાહી જ કરવી પડે...જે વિક્રેતાઓ ફટાકડા વેચાણ કરવા માંગે છે તેને સમયમર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જ ફટાકડાનું વેચાણ શરુ કરવાનું હોય તો બીજી તરફ ફાયર વિભાગ ફાયર NOC ના લેનાર વિક્રેતાઓને તક આપી દુર્ઘટનાઓને આમંત્રણ આપી રહ્યું હોય તેમ લાગે છે.

-તે નાગરીકોને જાણવુ છે કેમકે લોકોને ભય છે આગનો......
ખાસ કરીને રાજ્યના ગૃહવિભાગના આદેશ તેમજ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના વખતોવખતના ચુકાદાઓ અને ફાયર સેફટી એક્ટ 2013 તેમજ આનુસાંગીક એમેડમેન્ટ વગેરે દરેક બાબતનો અમલ સૌથી પહેલા ફાયર વિભાગે કરાવાનો છે, હવે જાહેરમાર્ગો ઉપર ખરેખર બોમ્બની જેમજ ફટાકડા પરવાના વગર વેચાય તો તે માટેની જુદા-જુદા કાયદા મુજબ જવાબદારી કોની ફીક્સ થાય છે.? તે નાગરીકોને જાણવુ છે કેમકે લોકોને ભય છે આગનો......