Mysamachar.in-જામનગર
જામનગર મહાનગર પાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત વગેરે ચુંટણીઓ નજીક આવે છે ત્યારે એક તો ફરી ચાન્સ મળે ન મળે તેમ વિચારીને અથવા ચાન્સ મળે તો ખર્ચમાં પણ કામ આવે તે માટે હવે થોડા મહિના એટલે ઉઠતી બજાર જ કેવાય તે બજારે બને તેટલુ “ઉસેડી” લેવાની જામનગર સહિત સમગ્ર હાલારમા છાની મોસમ ખીલી છે જો કે બિલાડીની જેમ આંખ બંધ કરી દૂધ પીનારાઓ ને સૌ જાણતા જ હોય અને સૌ ન જાણે તો આ પ્રવાહમા રહેલાઓ તો જાણતા જ હોય છે. બીજી તરફ આ ઉઠતી બજારે પાક લણી લેનારાઓમા પણ આંતરિક ગળાકાપ હરીફાઇ ચાલતી હોય અને ફાવી જાય તે આગળ ધપે જો કે આ સમગ્ર લાભ જ્યા કેન્દ્રીત છે તે કોર ટીમ લાયકાત મુજબનાઓને ટુકડા ફેંકી રાજી પણ રાખે છે, જામનગરમાં મહાનગરપાલિકાની ચુંટણી આવી રહી છે કેટલાક સ્વ કેન્દ્રી કોર્પોરેટરો કમાણીમાં વ્યસ્ત છે કેમકે હાલની જાકઝમાળ અને આગામી ખર્ચા તો કાઢવાને ? કોઈ કોન્ટ્રાકટરો ને તો કોઈ અધિકારીઓને દબાવી ને તો કોઈ ગેરકાયદેસર દબાણો વાળાને દબાવીને નાણા ખંખેરી રહ્યા છે જે હવે કોમન થઇ ગયુ છે અને ઇઝી મની મેળવાય છે.
જો આ બાબતોમા સફળ ના થાય તો વિરોધ ધરણા આંદોલન રેલી નિવેદનો વગેરે કારસા કરી દબાણ લાવતા હોય છે,(અહી બધાને આ બાબત લાગુ પડતી નથી અમુકે પોતાની છબી જાળવી પણ રાખી છે) બીજી તરફ જોઇએ તો વાસ્તવિકતા એ છે કે આ સ્વ કેન્દ્રી વિકાસ ની આંખ મીંચીને જે દોટ મોરની કળા જેવી ચાલે છે તેમાં વિપક્ષ કે શાશક ના અમુક ખાસ સભ્યો ની સમાન દોડ છે બન્નેના ટારગેટ એક જ છે લાભ મેળવવા માટે હાથ પગ મારતા રહે છે, વળી જાણકારો ના મતે અમુક એ તો સાચા ખોટા આર.સી.ખર્ચ ખરીદીઓ વિકાસ કાર્યોની મંજુરીઓ વગેરેમા જાણે જન્મસિદ્ધ અધીકાર હોય તેમ પાંચ વર્ષ તો કમીશન કેટલાકે ખાધું હોવા છતા હજુ પણ જામી જ પડ્યા છે, હા આ તકે એવો અભિપ્રાય પણ મળે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના જે અમુક સભ્યો જે આવા તડજોડ કરે છે અને પોતાનો ફાયદો લેવામાં રાત દિવસ એક કરે છે ત્યારે સભ્યો બધા સરખા નથી અમુક કામ પણ કરે છે પ્રમાણિકતાથી અવાજ ઉઠાવી પ્રજાની પડખે પણ ઉભા રહે છે પરંતુ આવા સભ્યો જુજ છે બાકી તો લાગી પડી છે તેવી ચર્ચાઓ ઠેર ઠેર છે.