Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં હાલમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે, ભારે વરસાદને કારણે જુના રોડમાં ખાડા પડી જાય તો સમજ્યા…પણ જ્યાં તાજેતરમાં જ એટલે કે થોડો સમય પૂર્વે ભૂર્ગભ ગટરના કામો થયા બાદ રોડને મૂળ સ્થિતિમાં લાવવા માટે રોડ પર જરૂરી કામગીરી લાખોનો ખર્ચ કરીને કરવામાં આવતી હોય છે, આવા જ બે રોડ જામનગર શહેરમાં સામે આવ્યા છે જેમાં હીરજીમિસ્ત્રી રોડ અને વિકાસ ગૃહ રોડ આ બન્ને રોડ પર તાજેતરમાં જ એટલે કે લગભગ પાંચ છ માસ પૂર્વે લાખોના ખર્ચે રોડ પર ડામર પાથરી નવા કરવામાં આવ્યા હતા, અરે ત્યાં સુધી કે વિકાસગૃહ રોડ પર તો સિમેન્ટ રોડ પર ડામર પાથરી અને જાદુ કરવામાં આવ્યો હતો તેની હાલત પણ તસવીરોમાં જોઈ શકાય છે.આમ બે રોડ માટે ભૂર્ગભ ગટરના કૌશલ્ય ધરાવતા સ્ટાફે રોડ કર્યો કે કળા કરી.? તે તો તપાસનો વિષય બની જવા પામ્યા છે.કારણ કે હાલની સ્થિતિ જોતા ખર્ચ બધો એળે ગયો હોય તેમ લાગે છે.