શરમ:શાળાનો આચાર્ય 2000 ની લાંચ લેતા ઝડપાયો..

શા માટે માંગી હતી લાંચ વાંચો 

શરમ:શાળાનો આચાર્ય 2000 ની લાંચ લેતા ઝડપાયો..

Mysamachar.in-ગોધરા:

લાંચિયા બાબુઓએ તો હવે હદ કરી છે, એવામાં શિક્ષણ જગતને લાંછન લગાડે તેવો એક કિસ્સો ગોધરામાંથી સામે આવ્યો છે, જેમાં એક શાળાનો આચાર્ય રૂપિયા 2000 ની લાંચ લેતા એસીબીને હાથ ઝડપાઈ ચુક્યો છે, આ અંગે મળતી વિગતો મુજબ ગોધરા તાલુકાની મોરડુંગરા નવી વસાહત ખાતે શ્રી ગાયત્રી ઉત્તર બુનિયાદ માધ્યમિક શાળા આવેલ છે. આ શાળામાં ફરિયાદી વાલીની છોકરીને ધોરણ 12 માં રેગ્યુલર એડમિશન લેવા શાળાના આચાર્ય પોપટભાઇ દલાભાઇ બારીયાને મળ્યા હતા. શાળાના આચાર્ય પોપટભાઇએ એડમિશન કરાવી આપવા રૂા. 2500ની માંગણી કરી હતી.

આખરે રકઝક બાદ બે હજાર રૂપિયા લેવા શાળાના આચાર્ય સંમત થયા હતા. લાંચની રકમ ન આપવા માંગતા વાલીએ એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.જે બાદ ફરિયાદી વાલી મોરડુંગરાની શ્રી ગાયત્રી ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામાં આચાર્યને એડમિશનની લાંચના બે હજાર આપવા ગયા હતા. આચાર્યએ વાતચીત બાદ બે હજારની લાંચ માગતાં ફરિયાદી 2 હજાર આપતા હતા ત્યારે એસીબી ટીમે ત્રાટકીને આચાર્યને લાંચ લેતાં રંગેહાથ પકડી પાડ્યો હતો.