રાજકોટમાં રિક્ષાચાલકની દાદાગીરીના દ્રશ્યો કેમેરામાં કેદ

ધોકો કાઢી મારવા દોડ્યો 

Mysamachar.in-રાજકોટ 

રાજકોટ સહિતના કેટલાય શહેરોમાં કોણ જાણે કોના પાવરે કેટલાક રીક્ષાચાલકોની દાદાગીરી વધી રહી છે, અને નાની એવી બાબતોમાં અન્ય વાહનચાલકો સાથે દાદાગીરી કરે છે, રાજકોટમાં આવો જ વધુ એક કિસ્સો ગઈકાલે સામે આવ્યો છે, જેમાં નીખીલ ખાખરીયા નામનો યુવક પોતાની બાઈક પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે મવડી મેઇન રોડ પર હોર્ન લગાડવા જેવી બાબતે રિક્ષાચાલકને લાકડી સાથે મારવા ઉતરેલા રીક્ષાચાલકની દાદાગીરી સામે નીખીલ ખાખરીયાએ માલવિયાનગર પોલીસ મથકમાં વિડીયોના પુરાવા સાથે ફરિયાદ કરી છે, અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.