Mysamachar.in-જામનગર
તાજેતરમાં જ જામનગર શહેરના ઉદ્યોગનગર પોલીસચોકી પાછળ મહાનગરપાલિકાની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી પાવર લાઈન કંપનીની ટિપરવાન કચરા સાથે કેરણ ભેળવી રહ્યાની ભૂપેશ બોડા નામના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ કમિશનરે આકરા પગલા કંપની વિરુદ્ધ લેવડાવ્યાના કલાકોમાં વધુ બે જેટલા વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, જેમાં જાણવા મળતી વિગતો મુજબ જેલ સામે આવેલ પ્રેમચંદ કોલોનીમાં પણ કોઈની માલિકીની કાંકરી રોડ પર હતી તે ટિપરવાનના કર્મચારીઓ ભરવા લાગતા થોડીવાર પુરતો હોબાળો મચ્યો હતો, જે વિડીયો વાઈરલ થયા છે તેમાં સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે કે કચરા ને બદલે રેતી કાકરા ભરી અને વજન વધારવામાં આવી રહ્યું છે.હવે મનપા આ ખાનગી એજન્સી સામે શું પગલા લેશે તે જોવાનું છે.
-મનપાના કોન્ટ્રાકરોની આ તે કેવી મેલી મુરાદ…
જામનગર મહાનગરપાલિકા જે કોન્ટ્રાકટરને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવાનો કોન્ટ્રાકટ આપે છે તેને પૂરતા ભાવો આપે છે, છતાં પણ તેનાથી સંતોષ ના હોય તેમ કોન્ટ્રકટરો કટકી કરતા અચકાતા નથી, આવા કિસ્સાઓ સામે આવે અને અધિકારીઓ પગલા લે તે સમજ્યા પણ આવું જયારે ટપી જતુ હશે અને ખોટા બીલો મૂકી અને મનપા પાસેથી બીલ સેરવવાની આ મુરાદ કેવી તેવો સવાલ પણ થાય છે.?