SAVE SOIL  29 દેશ અને ૩૦ હજાર કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરી જામનગર પધારી રહ્યા છે સદગુરુ જગ્ગી વાસુદેવ 

એકતાબા સોઢાની આગેવાનીમાં યોજાઈ રહેલો આ કાર્યક્રમ ઝળહળી ઉઠશે

SAVE SOIL  29 દેશ અને ૩૦ હજાર કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરી જામનગર પધારી રહ્યા છે સદગુરુ જગ્ગી વાસુદેવ 

Mysamachar.in:જામનગર

કોઇમ્બુતર સ્થિત ઇશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવ પોતાની દિર્ઘદ્રષ્ટિથી પ્રાકૃતિક મુદ્દાઓ અને સામાજીક મુદ્દાઓને બીડું ઝડપી સમાજના તમામ વર્ગને એકત્રીત કરવાનું એક ઉદાહરણ પુરૂં પાડે છે, 2010 માં સદગુરુજગ્ગી વાસુદેવની 'રેલી ફોર રીવર્સ’ નામના ઝુંબેશમાં 16 કરોડ લોકો જોડાયેલ હતા. આ ઝુંબેશ અંતર્ગત 1 લાખ 25 હજાર ખેડૂતોને સાથે રાખીને 242 કરોડ વૃક્ષનું આરોપણ કરવાનું ભવ્ય સંકલ્પ હાથ ધરેલ ગત 21  માર્ચ 2022 થી સદગુરુ જગ્ગી વાસુદેવે ‘SAVE SOIL’ નામની ઝુંબેશ ઉપાડેલ છે. વિશ્વના ભૂ-વૈજ્ઞાનિકોએ તથા યુ.એન. એજન્સીસ દ્વારા વિશ્વભરના દેશોમાં સંશોધન કરતા તે તારણ કાઢ્યું કે માટીની ફળદ્રુપતા દિવસેને દિવસે ઘટી રહી છે. 2045 સુધી વિશ્વભરમાં અન્નનું ઉત્પાદનમાં 40% થી 50%નો ઘટાડો આવશે. ખાદ્યપદાર્થની અછતના કારણે વિશ્વભરમાં આંતરીક ચુદ્ધ સર્જાય તેવી પરિસ્થિતી ઊભી થાય તેવું અનુમાન છે. વિશ્વને આવા કપરા સમયથી બચાવવા જગ્ગી વાસુદેવે ‘SAVE SOIL’અભિયાન હાય ધરેલ છે. તેના અંતગર્ત  સદગુરુ જગ્ગી વાસુદેવ વિશ્વના 27 દેશોમાં 30 હજાર કીલોમીટર બાઇક ચલાવી તેનો પ્રચાર કરી રહ્યા છે.

સદગુરુ જે રાષ્ટ્રનાયક સમાન છે, તેઓને વિદેશનો પ્રવાસ પુરો કરી ભારતમાં પ્રવેશ માટે "જામનગરની ભૂમિ પર નેકનામદાર જામસાહેબે આમંત્રણ પાઠવેલ જે તેમને હર્ષ સહ સ્વીકારેલ છે.

નવાનગરના રાજવી નેકનામદાર શ્રી જામસાહેબના પ્રકૃતિપ્રેમ વિશે આપણે સૌ જાણીએ છીએ, સર પીટર સ્કોટ નેચર્સ પાર્કમાં પશુ-પક્ષીઓનો વર્ષોથી વસવાટ તથા તેમની માવજત જામસાહેબની સંવેદનશીલતાનું પ્રતિક છે. બરડો જેવો ડુંગર જયારે જામસાહેબનું આંગણું હોય ત્યારે બરડા ડુંગર પ્રત્યેનો પ્રેમ અને પ્રાકૃતિક જનત વિશે જામનગરની જનતા અચુક જાણે છે, જામસાહેબ અને સદગુરુની પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલ જોડતી કડી જે નોંધપાત્ર છે. જામનગરના ઇતિહાસ તરફ નજર કરીએ તો દ્વિતીય વિશ્વયુધ્ધ દરમિયાન જયારે જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કરેલ હતું ત્યારે પોલેન્ડના 200 શરણાર્થીઓ દેશ-દેશ ભટકતા હતા ત્યારે દરેક દેશ તેઓની ખોરાક અને દવા દારૂની મદદ કરવા તૈયાર હતા પરંતુ કોઇપણ દેશ તેઓ ને શરણ આપવા તૈયાર ન હતા. આ કપરી પરિસ્થિતી જોઇ જામસાહેબશ્રી દિચીજયસિંહજીથી પોલેન્ડના નાગરીકોની પીડા જોઇ ન શકાય ત્યારે તેઓ ઇમ્પરીયલ વોલ કેબીનેટના સભ્ય પણ હતા તેઓએ જામનગરના બંદરમાં Polish નાગરીકોનું સ્વાગત કરી અને માત્ર શરણ જ નહીં પણ તેઓના ભણતર અને વિકાસને પણ ખુબ જ મહત્વ આપ્યું હતું. આવો સોનેરી ઇતિહાસ ધરાવતા જામસાહેબના નામની શપથ આજે પણ પોલેન્ડના સાંસદમાં લેવાઇ છે.


 
જામનગર બંદર એ એક કાર્ગોપોર્ટ છે, પરંતુ દ્વિતીય વિશ્વયુધ્ધ દરમિયાન Polish બાળકોને આવકારવા એ પહેલો સિવિલિયન કિસ્સો હતો તે નેકનામદાર શ્રી જામસાહેબ દિગ્વિજયસિંહજીના આમંત્રણથી શક્ય બન્યું હતું.આજે સદગુરુને પાઠવેલ આમંત્રણથી ઇતિહાસનું ફરી પુનરાવર્તન થશે કે રાજવી પરિવાર દ્વારા ફરી એકવખત જામનગર બંદર પર સ્પેશ્યલ પરમિશનથી જામસાહેબના મહેમાન સદગુરુનું આગમન થશે. આ કાર્યક્રમનું નેતૃત્વ જામસાહેબના પ્રતિનિધિ એકતાબા સોઢા કરશે. એકતાબા સોઢા પોતે જામસાહેબનીજેમ પ્રકૃતિ પ્રત્યે ખુબ જ સંવેદનશીલ છે. “SAVE SOIL" કેમ્પેઇન અંતગર્ત તેઓએ જામનગરમાં પાંચ હજાર વૃક્ષો આરોપણ કરવાનું સંકલ્પ લીધેલ છે. એકતાબા સોઢાની આગેવાની હેઠળ કાર્યક્રમને સફળ બનાવવાની યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે.


 
-તારીખ : 29/05/2022 કાર્યક્રમની રૂપરેખા

ઓમાન મસ્કતથી આવતું સદગુરુનું વહાણ બપોરે 12:30 વાગ્યે નવા બેડીબંદર પહોંચશે જ્યાં રાજવી પરિવારનું પ્રતિનિધિ કરતાં એકતાબા સોઢા તેઓનું સ્વાગત કરશે. ત્યાર બાદ જામનગરનાં ધર્મગુરૂઓ, રાજકીય મહાનુભાવો, આર્મી, નેવી, એરફોર્સના પ્રતિનિધિઓ તેઓનું સ્વાગત કરશે. સદગુરુના સ્વાગત કચ્છી ઢોલના નાદથી કરવામાં આવશે. ત્યારબાદ સદગુરૂ મીડિયાને સંબોધન કરશે.

સદગુરુ વિભિન્ન સંસ્થાઓના પ્રતિનિધિઓને મળી I.N.S.વાલસુરા તરફ પ્રસ્થાન કરશે. જ્યાં તેમનું સ્વાગત નેવીના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. નોંધને પાત્ર છે કે નવાનગર સ્ટેટની ચાર ગાડીઓનો કાફલો તેમની સાથે ચાલશે.

ત્યારબાદ I.N.S.વાલસુરાથી સદગુરુ જામસાહેબને મળવા તેઓના નિવાસ સ્થાન પહોંચશે અને જામસાહેબ સાથે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરશે જયાથી સદ્ગુરૂ પ્રતાપ વિલાસ પેલેસ માટે રવાના થશે. સાંજે 4:30 વાગ્યે સદ્ગુરૂ ‘SAVE SOIL’ અંતગર્ત મીડિયા અને સોશ્યલ મીડિયા અને ઇન્ફલુએંન્શને સંબોધિત કરશે.
સાંજે 5:30 વાગ્યે ડિ.કે.વી. સર્કલથી સદ્ગુરૂ પેલેસ રોડ તરફ પ્રસ્થાન કરશે ત્યાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. પ્રતાપ વિલાસ પેલેસમાં કચ્છી કારીગરોની પ્રદર્શની નિહાળી સદ્ગુરૂ મહાનુભવો વચ્ચે પધારશે. ત્યારબાદ ડાયસ પર પધારી સદગુરુ લોકોને 45 મિનિટ માટે સંબોધિત કરશે. જામનગરની જનતાને પ્રથમવાર જામસાહેબના આંગણે કાર્યક્રમને નિહાળવાનો અવસર મળશે. આ તકે જામનગરની જનતાને નવાપોર્ટ પર સવારે 11:00 વાગ્યે તેમજ સાંજે 5:00 વાગ્યે ડી.કે.વી. સર્કલથી પેલેસ રોડ સુધી સદગુરુને આવકારવાનો સાંસ્કૃતિક કાર્યક્રમ માણવાનો મોકો મળશે.