સૌની યોજના આશિર્વાદ કે અભિશાપ...ખેડૂતોનો રોષ હવે ભભૂકી ઉઠ્યો છે.

VIDEO જોવા ક્લિક કરો 

Mysamachar.in-જામનગર:

આમ તો સૌની યોજના ખેડૂતો માટે આર્શિવાદરૂપ છે પરંતુ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખેડૂતો માટે આ યોજના અભિશાપ બની છે..કાલાવડ તાલુકાના કેટલાય ગામોના લોકોનો આ યોજના અને તેની થઇ રહેલી કામગીરી સામે વિરોધનો સુર ઉઠવા લાગ્યો છે, ક્યાંક વળતરના પ્રશ્નો છે તો ક્યાંક ખેડૂતો પર જોહુકમીના તો ક્યાંક થઇ રહેલા કામોમાં ઉતરતી વેઠના.... કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામના 30 થી 40 ખેડૂતોને પણ હાલાકીનો અને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે કંપનીના પેટનું પાણી હલતુ  નથી.ખેડૂતો નું એવું પણ કહેવું હતું કે સૌનીના અધિકારીઓ  એવું કહેતા હતા કે જો તમે તમારા ખેતરમાં કામ નહીં કરવા દયો તો તમારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશુ.આમ ખેડૂતોને શામ દંડ અને ભેદની નીતિ અખત્યાર કરવામાં આવી રહ્યાની પણ ચર્ચાઓ અને ખેડૂતોના આક્ષેપો છે.વિડીયો જોવા ઉપર ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.in ની વિઝીટ કરો.