જીન્સ જૂના થઈ ગયા હોય તો આ રીતે કરી શકાય રીયુઝ

કપડું જૂનું થયા બાદ પણ એનો ઉપયોગ કરી શકાય છે

જીન્સ જૂના થઈ ગયા હોય તો આ રીતે કરી શકાય રીયુઝ
symbolic image

Mysamachar.in-

સામાન્ય રીતે મોંઘા અને બ્રાન્ડેડ કપડાં ઝડપથી ફાટતાં નથી. પણ એક લાંબા સમય સુધી ઉપયોગમાં હોવાને કારણે તે સમય જતાં જૂના થઈ જાય. કપડું જૂનું થયા બાદ પણ એનો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે પગલુંછણીયું કે ગાડી સાફ કરવા માટે તે વપરાય છે. પણ જીન્સનો અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. જૂનું જીન્સ પડ્યું હોય તો ફેંકવાના બદલે આવો ઉપયોગ કરી શકાય છે.

શોર્ટ બનાવી શકાય
જુની જીન્સમાંથી ઘરમાં પહેરી શકાય એવા શોર્ટ બનાવી શકાય છે. આ માટે જૂના જીન્સનું નજીકના દરજી પાસે કટિંગ કરવી ફરી સિલાય કરવી શકાય છે. આ માટે પેલા માપ નક્કી હોવો જોઈએ. જે દરજીને આપી શકાય. સામાન્ય રીતે ગોઠણ પાસેથી કાપીને બેન્ડ સિલાય કરી શકાય છે. એમાં નવી નવી ડિઝાઇન પણ કરાવી શકાય છે.

જીન્સનો થેલો
જૂના જીન્સમાંથી થેલો પણ સિવડાવી શકાય છે. આ માટે દરજીને પૂછીને જીન્સ આપવા. આવા થેલા ખૂબ મજબૂત બની શકે. કારણ કે જીન્સનું કાપડ ઝડપથી ફાટે એવું નથી હોતું. આવા થેલાનો ઉપયોગ શાકભાજી લેવા માટે કરી શકાય છે. આ ઉપરાંત કરિયાણું લેવા માટે પણ તે ઉપયોગી સાબિત થઇ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે, આને ધોઈને ફરી ઉપયોગમાં લઇ શકાય છે. 

મોબાઈલ કવર
જીન્સના ખિસ્સા ઊંડા અને બહારથી ફેન્સી હોય છે. એનો ઉપયોગ મોબાઈલના કવર તરીકે કરી શકાય છે. આ ખિસ્સા પર જીન્સનું બટન મૂકવી દોરી નાંખવી સાચવી શકાય છે. કપડું જાડું હોવાથી કવર સહિત મોબાઈલ પડે તો નુકસાન થતું નથી. આ સિવાય નાના કટકાનો ઉપયોગ ટેબલ કે ફેન લૂછવા કરી શકાય છે. આ ઉપરાંત નાના ટેબલ કવર પણ બનાવી શકાય છે.આમ જીન્સ જુના થઇ ગયા બાદ તેને ફેંકી દેવા કરતા તેનો રિયુઝ કરી અને ઉપર જણાવેલ વસ્તુઓ સિવાય પણ અન્ય ચીજવસ્તુઓ બનાવી તેનો રોજીંદો ઉપયોગ કરી શકાય છે.