Mysamachar.in-ગાંધીનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 ની પરીક્ષાના પરિણામ અંગેની જાહેરાત થઇ છે, ધોરણ 10, 2020 ના ઉમેદવારોનું પરિણામ આવતીકાલે મંગળવારના રોજ સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે, ગુણાંકપત્રકોની વિતરણની તારીખ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ બોર્ડની અખબારી યાદીમાં જણાવાવમાં આવ્યું છે.