જામનગરની નંદવિદ્યાનિકેતન સ્કુલને ગંભીર મુદ્દાઓ પર NSUI અને યુથકોંગ્રેસ દ્વારા રજૂઆત
શું છે એ મુદ્દાઓ તે પણ વાંચો...

Mysamachar.in-જામનગર
હાલ કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવેલ છે. સાથોસાથ ગુજરાતમાં આ મહામારી નો કહેર મોટાપાયે વર્તાઈ રહ્યો છે, ત્યારે કેટલાય વાલીઓની સ્થિતિ પોતાના બાળકોના અભ્યાસને લઈને ફી માટેની મુંઝવણ ખુબ મોટી છે, કેટલીય ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી ફી કઢાવવા માટે નિતનવા નુસ્ખાઓ અને તરકીબો અજમાવી રહી છે, એવામાં આજે જામનગર એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસની ટીમ દ્વારા આવી જ એક શાળા જે વાલીઓને યેનકેન પ્રકારે ફી અને અન્ય બાબતોને લઈને મેઈલ અને મેસેજ દ્વારા કનડગત કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે,
માર્ચ મહિનાથી મેં સુધી તો લોકડાઉનનો સમયગાળો રહ્યો છે. મોટા ભાગના લોકોને આ સમયગાળા દરમિયાન ધંધા-રોજગાર બંધ રહ્યા છે. આવા કપરા સમયમાં ગુજરાત સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવેલ છે. કે શાળાના છેલ્લા કવાર્ટર ની ફી નવેમ્બર સુધી વાલીઓ ભરી શકે તેમજ નવા ટર્મ ની ફી કોઈ શાળા લેતી હોઈ તો તેને એક-એકમહિના ની ફી પણ લેવાની વ્યવસ્થા કરવી પડશે અને ચાલુ વર્ષે ફીમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવાનો રહેશે નહીં અને ફી ભરવા માટેનું દબાણ પણ કોઈ પણ શાળા કરી શકશે નહીં. ત્યારે નંદવિદ્યા નિકેતનની કેટલીક ક્ષતિઓ અંગે અરીસો બતાવવાનો પ્રયાસ એનએસયુઆઈ ના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે.જેમાં ખાસ મુદ્દાઓ પર નજર કરવામાં આવે તો...
- ચાલુ વર્ષે કોઈપણ ફી વધારવાની નથી છતાં પણ શાળાની મેઇન ફી કહી શકાય તેવી ટૂયુંશન ફી માં 2500 થી 2800 જેવો ધરખમ વધારો દરેક ધોરણ માં કરેલ છે. જે ગંભીર બાબત કહી શકાય.
- નિયમ મુજબ છેલ્લા કવાર્ટર ફી નવેમ્બર માસ સુધી ભરી શકાશે તે અંગે નો ઉલ્લેખ ફી સરક્યુલરમાં કરેલ નથી
- નવા ટર્મ ની ફી કવાર્ટર ને બદલે મંથલી લઈ શકાય છે તે અંગે ની કોઈ પણ સ્પષ્ટતા વગર આખા કવાર્ટરની ફી ભરવી તેવો સરકયુલર કરવામાં આવેલ છે.
- હાલના સમય માં શાળાઑ કયારે શરૂ થશે તે નક્કી નથી તેવા સંજોગોમાં પણ આપના દ્વારા “CO- SCHOLASTICS” ફી ના રૂપકડા નામ હેઠળ 2000 થી લઈ ને 5000 સુધીના રૂપિયાના ઉઘરાણા શરૂ કરેલ છે. જે તદન ગેર વ્યાજબી છે.
- જ્યાં સુધી શાળાઓ રેગ્યુલર શરૂ ન થઈ જાય ત્યાં સુધી ઓનલાઈન એજ્યુકેશન ના નામે ફી ઉધરાવવાનું બંધ કરવું જોઈએ
- ફી ભરવા માટે દબાણ ના કરવું તેવી સ્પષ્ટ સૂચના ગુજરાત સરકારની હોવા છતાં પણ આપની શાળા દ્વારા સતત મેઈલ/મેસજ દ્વારા ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
આમ આવી તમામ મુશ્કેલીઓ નંદવિદ્યા નિકેતન શાળાના વાલીઓ ને થઈ રહી છે. છતાં પણ પોતાનું બાળક શાળામાં અભ્યાસ કરતું હોવાને લીધે રજૂઆત કરવામાં કયાંક કચાસ કરી રહ્યું હોય વાલીઓની મુશ્કેલીઓનો અંદાજ આપ આપની શાળામાં ઓછી આવેલી ફી થી લગાડી શકો છો.અને ન્યારા ગ્રુપ એ ભારત નં સારી કંપનીઓ માનું એક ગ્રુપ છે. આવા ગ્રુપમાં ફંડ ના હોવું શિક્ષકોના પગારના પ્રશ્નો વગેરે જેવી વાતો ખુબજ હાસ્યાસ્પદ છે. તેવી રજૂઆત પણ શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ તોસીફખાન પઠાણ, મંત્રી શક્તિસિંહ જેઠવા અને એનએસયુઆઈ પ્રમુખ મહિપાલસિંહ જાડેજાની ટીમ દ્વારા આજે શાળાના આચાર્યને કરવામાં આવી છે.