દવા પી વિડીયો વાઈરલ કરનાર યુવકના આક્ષેપો ખોટા... શું કહ્યું DYSP કુણાલ દેસાઈએ વાંચો 

ગઈકાલે રાતે બની હતી ઘટના 

દવા પી વિડીયો વાઈરલ કરનાર યુવકના આક્ષેપો ખોટા... શું કહ્યું DYSP કુણાલ દેસાઈએ વાંચો 

Mysamachar.in-જામનગર:

જામનગર નજીક અલીયા ગામે રહેતા કિશન ભરતભાઇ મકવાણા નામના યુવાને સોમવારે સીમ પંથકમાં જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી તેને ગંભીર હાલતમાં રાત્રે સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડાયો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે,  તો આ ઘટના સંદર્ભેનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં પોલીસકર્મીઓ સામે કથિત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.ભોગ બનનાર યુવકે પોલીસના કથિત ત્રાસના કારણે આ પગલુ ભરી રહ્યો હોવાનુ વિડીયોમાં જાહેર કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો જો કે આ મામલે જામનગર ગ્રામ્ય DYSP કુણાલ દેસાઈએ એક નિવેદનમાં જણાવ્યું કે..

હોસ્પિટલ ખાતે આ યુવક સારવારમાં હતો ત્યારે પોલીસ દ્વારા તેનું નિવેદન લેવામાં આવ્યું ત્યારે તેને લખાવ્યું કે પોલીસ જયારે ત્યાં પેટ્રોલિંગમાં હોય ત્યારે તેના પિતાએ યુવક કિશનને ઠપકો આપેલ કે તું દારૂનો ધંધો કરે છે એટલે પોલીસ મારી વાડીએ આવે છે તેથી તું હવે ઘરે ના આવતો આમ પિતાનો ઠપકો પુત્રને લાગી આવવા ઉપરાંત ગઈકાલે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન યુવક કિશનનું બાઈક ડીટેઈન કરેલ હતું જેનું મનમાં લાગી આવતા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કર્યા હોવાનું DYSP કુણાલ દેસાઈએ જણાવ્યું હતું.