ટેકનીશીયને ઓનલાઈન બ્લુટુથ હેન્ડસ ફ્રી મંગાવવા 65 હજારમાં પડ્યા કેવી રીતે વાંચો 

તમે પણ ઓનલાઈન ખરીદી કરો છો સાવચેત રહેજો 

ટેકનીશીયને ઓનલાઈન બ્લુટુથ હેન્ડસ ફ્રી મંગાવવા 65 હજારમાં પડ્યા કેવી રીતે વાંચો 

Mysamachar.in-મહેસાણા:

આજનો સમય વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો સમય છે, અને મોટાભાગના લોકો પણ પોતાની જરૂરિયાત મુજબની વસ્તુ તેના ઘર આંગણે વાજબી ભાવ સાથે પહોચે તે માટે ઓનાલાઈન માધ્યમોનો સહારો લઇ અને આવી ચીજવસ્તુઓ મગાવતાં હોય છે, પણ આ સમયે જો સાવચેતી રાખવામાં ના આવે તો સાઈબર ગઠિયાઓ તમારું બેંક એકાઉન્ટ સાફ પણ કરી શકે છે, આવી જ એક ઘટના મહેસાણામાં વસવાટ કરતા ફાર્મા કંપનીના ટેકનિશિય સાથે થઇ છે,તેની પ્રાથમિક વિગતો પર નજર કરીએ તો 

રાધનપુર રોડ પર રહેતા દિગંતકુમાર પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ ફરિયાદી ઇન્દ્રાડ ગામે આવેલી ફાર્મા કંપનીમાં ટેકનિશિયન આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. ફરિયાદીએ ઓનલાઈન બ્લ્યુટૂથ મંગાવ્યા હતા, જે ખરાબ આવતાં ફરિયાદીએ 27મી જાન્યુઆરીએ ગૂગલ પર સર્ચ કરી કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરતાં સામેવાળાએ હું એમઝોન કંપનીમાંથી બોલું છું તેમ કહી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. તેમજ ખોટી ઓળખ આપી મોબાઈલ Maxbhi.com supporttemની લીંક મોકલી ઓપન કરાવતાં ફરિયાદીનો મોબાઈલ હેક થઈ ગયો હતો.અને ફરિયાદીના HDFC બેંકના ખાતામાંથી રૂપિયા 65 હજાર ઉપડી ગયા હતા. આથી ફરિયાદીએ NCCRP પર ફરિયાદ કરતાં HDFC માં જાણ કરતાં એયું બેન્ક અને ઉજજીવન બેંકમાં બંને એકાઉન્ટ ફ્રીજ કરી વધુ નાણાં ઉપાડતાં અટકાવી દેવાયા હતા.પોલીસે હાલમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.