Mysamachar.in-જામનગર
રાજ્યના હવામાન વિભાગની આગાહીને પગલે જામનગર જીલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયો છે, સૌ પ્રથમ તાલુકા મથકોમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાઓની વાત કરીએ તો કાલાવડમાં 2 ઇંચ, જામજોધપુરમાં સવા ઇંચ સિવાય તાલુકા મથકો પર નોંધપાત્ર વરસાદ નથી તો હવે પીએચસી સેન્ટરવાઈઝ નોંધાયેલ નોંધપાત્ર વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો… જામવંથલીમાં 1 ઇંચ, ધુતારપુરમાં સવા ઇંચ, નિકાવા ખરેડી અને ભલસાન બેરાજામાં એક એક ઇંચ, નવાગામમાં 2 ઇંચ, મોટા વડાળામાં સવા બે ઇંચ, સમાણામાં સવા ઇંચ, શેઠવડાળા, ધ્રાફામાં એક એક ઇંચ અને મોટા ખડબામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. (તમામ આંકડાઓ આજે સવારે 6 વાગ્યા સુધી પૂરી થતી 24 કલાકના છે)