શખ્સ જાહેરમાં કરી રહ્યો હતો બબાલ...પહોચી પોલીસ અને થયું આવું...

દિગ્જામસર્કલ નજીકની ઘટના...

શખ્સ જાહેરમાં કરી રહ્યો હતો બબાલ...પહોચી પોલીસ અને થયું આવું...

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરના દિગ્જામ સર્કલ નજીક આવેલ અતુલ પેટ્રોલપંપ પાછળના ભાગે બ્રિજરાજસિંહ સોઢા નામનો શખ્સ જાહેરમાં બબાલ કરી રહ્યો હોય કોઈ સ્થાનિક દ્વારા આ બાબતે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવામાં આવતા પોલીસની પીસીઆર વાન પણ સ્ટાફ સાથે સ્થળ પર પહોચી હતી, પણ ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ભાટિયા અને સાથે રહેલા અન્ય સ્ટાફ સાથે બ્રિજરાજસિંહ ગાળાગાળી કરવા લાગ્યો હતો , અને પૃથ્વીરાજસિંહ નામના કોન્સ્ટેબલનો કાઠલો પકડી લઈને નેમપ્લેટ અને વર્ધીના બટન પણ શખ્સે ગુસ્સામાં તોડી નાખ્યા હતા, તો હોમગાર્ડ જવાન મનોજને જાપટ મારીને ફરજમાં રુકાવટ કરતા પોલીસ નો વધુ કાફલો પણ ઘટનાસ્થળ પર દોડી જતા લોકોના ટોળાં એકત્ર થઇ ગયા હતા, જે બાદ પોલીસકર્મીની ફરિયાદને આધારે પીએસઆઈ પી.વી.રાણા એ તપાસ શરુ કરી છે.