સ્વ.શ્રીમતી લતાબા અનિરુદ્ધસિંહ જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન 

સેવાકાર્યો માટે હમેશા આગળ રહેતા ટ્રસ્ટના ટ્રસ્ટી નયનાબા જાડેજા

સ્વ.શ્રીમતી લતાબા અનિરુદ્ધસિંહ જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન 

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર ખાતે તારીખ 14 11 2021 ના રોજ સ્વ શ્રીમતી લતાબા અનિરુદ્ધસિંહ જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી નયનાબા જાડેજા તરફથી દેવદિવાળીના પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ખાસ કરી રાજકોટથી નિર્ણાયક તરીકે પધારેલા જેમાં જયશ્રીબેન રાવલ જીતુભાઈ કોટેચા હીનાબેન અને મુકેશભાઈ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવેલ જયારે અતીથી વિશેષમાં લાલપુર તાલુકા ઉપપ્રમુખ જયપાલસિંહ જાડેજા જામનગર શહેર પ્રમુખ રંજનબેન ગજેરા જામનગર શહેર કલબના પ્રમુખ મીનાબા સોઢાએ પણ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો,

આ રંગોળી સ્પર્ધામાં 35 થી વધારે સ્પર્ધકોએ  ભાગ લીધેલો જેમાં દસ વર્ષના બાળકોથી લઈ 40 થી 45 વયના ભાઈઓ અને બહેનો પણ સ્પર્ધામાં જોડાયા હતા અને રંગોળીના અલગ અલગ પ્રકારો જેમકે પોર્ટ્રેઇટ રંગોળી અને ફ્રી હેન્ડ રંગોળી એમ અલગ અલગ પ્રકારની રાખવામાં આવી અને બધી જ કેટેગરીમાં અલગ-અલગ લોકોએ પોતાની કલાના કસબ પાથરી  ખુબ જ સરસ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરેલ   અને સ્પર્ધકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તો આ રંગોળી સ્પર્ધામાં 1  થી 5 નંબર સુધીના સ્પર્ધકો ને ઇનામ વિતરણ પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું