Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં આજે મેઘરાજાએ દેવાવાળી કરી હોય તેમ શહેર વિસ્તારમાં તો ભુક્કા બોલ્યા હોય તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે અને ઠેર ઠેર પાણી ભરાયા છે, શહેરમાં સાંજે 4 થી 8 દરમિયાન 5 ઈંચ મળીને દિવસ દરમિયાન 8 ઈંચ વરસાદ નોંધાયો છે, આ સિવાય સવારથી સાંજ સુધીમાં જામનગર જિલ્લામાં કાલાવડમાં અઢી ઈંચ, ધ્રોલમાં દોઢ ઈંચ, જોડીયામાં 2 ઈંચ, લાલપુરમાં 4 ઈંચ, જામજોધપુરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે, હજુ પણ મેઘમહેર યથાવત હોય લોકો બોલી ઉઠ્યા છે કે હવે બસ કરો બાપલીયા…