જામનગર જિલ્લામાં ફરી વરસાદની શરૂઆત

જાણો બે કલાકમાં ક્યાં કેટલો પડ્યો

જામનગર જિલ્લામાં ફરી વરસાદની શરૂઆત

 Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લામાં ફરી આજથી જાણે વરસાદની શરૂઆત થઇ ચુકી હોય તેમ ગાજવીજ સાથે જીલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે, જીલ્લાના કાલાવડમાં બે કલાકમાં એક ઈંચ, લાલપુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે,જયારે જામનગર શહેરમા ૪ મીમી, જામજોધપુરમાં ૩ મીમી, ધ્રોલમાં ૬ મીમી અને જોડીયામાં ૮ મીમી વરસાદ નોંધાયો છે.