Mysamachar.in-જામનગર;
જે રીતે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી હતી તે સાચી ઠરી રહી હોય તેમ આજે વહેલી સવાર થી જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા સહીત સમગ્ર સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઇ ચુકી છે, જામનગર જીલ્લાની વાત કરવામાં આવે તોં આજે સવારે ૬ થી બપોર ૧૨ સુધીમાં કાલાવડમાં ૩ ઈંચ, લાલપુરમાં ૧ ઈંચ એ સિવાય બધા તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. કાચા સોના સમાન વરસાદ થી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.