જામનગર અને દેવભૂમિ દ્વારકા મા ૨૪ કલાક મા આટલો પડ્યો વરસાદ...video પણ જુઓ

ધ્રોલ જોડિયા મા માત્ર અડધો ઈંચ 

mysamachar.in-જામનગર અને દેવભૂમિદ્વારકા જીલ્લા પર મેઘરાજા એ મોડી પણ સારી મેઘમહેર કરતાં ખેડૂતો અને સ્થાનિકો મા ખુશીનું મોજું ફરી વળ્યું છે..તો ભારે વરસાદ ને કારણે બને જિલ્લાઓમાં કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો મોટો ભરાવો થઇ જવા પામ્યો છે.

તો જામનગરના કાનાલુસ નજીક રેલ્વે ટ્રેક ધોવાઈ જતા ટ્રેન વ્યવહાર ને ખુબ મોટી અસર પહોચી છે..અને કેટલીય ટ્રેનો રદ કરી દેવામાં આવી છે..તો કેટલાક અંતરિયાળ ગામોને જોડતા કાચા રસ્તાઓ અને પુલ પર થી પાણી ફરી વળતા સ્થાનિક ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે...આજે સવાર થી ફરી વખત જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ફરી મેઘરાજા નું આગમન થયું છે..તો ખંભાળિયા પંથકમાં પણ થોડા વિરામ બાદ સવાર થી મેઘરાજા એ પોતાનું હેત વરસાવવાનું શરૂ કર્યું છે...આમે બને જિલ્લાઓમાં મેઘરાજાની અવિરત મેઘમહેર હજુપણ બને જિલ્લાઓની મોટાભાગના તાલુકામાં અવિરત હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે..

ગઈકાલ સવારે ૭ વાગ્યાથી આજે સવારે ૭ વાગ્યા સુધી એમ છેલ્લી ૨૪ કલાકના જામનગર અને દેવભૂમિદ્વારકા જીલ્લાના વરસાદ ના સરેરાશ આંકડાઓ નીચે દર્શાવ્યા છે...

જામનગર જીલ્લામા વરસાદ
જામનગર:૪ ઈંચ 
કાલાવડ:૨ ઈંચ 
લાલપુર:૬ ઈંચ
જામજોધપુર:૫ ઈંચ 
ધ્રોલ જોડિયા મા માત્ર અડધો ઈંચ 

દેવભૂમિ દ્વારકા જીલ્લામા વરસાદ 
ખંભાળિયા ૧૮ ઈંચ 
ભાણવડ:૫ ઈંચ 
કલ્યાણપુર:૫ ઈંચ 
દ્વારકા:૨ ઈંચ