રાઘવજી પટેલનો બળાપો..નથી મારી પાસે સતા નથી મારું ચાલતું

શું છે મામલો?

રાઘવજી પટેલનો બળાપો..નથી મારી પાસે સતા નથી મારું ચાલતું

mysamachar.in-જામનગર;

અનેક વખત પક્ષપલ્ટો કરીને પક્ષપલ્ટુની છાપ ધરાવતા અને પોતાને ખેડૂતોના હામી હોવાનો દાવો  કરતા રાઘવજી પટેલને ભાજપમાં જોડાયા બાદ ગત વિધાનસભાની ચૂંટણી હારી જતા પસ્તાવાનો કોઈ પાર નથી તેવુ લાગી રહ્યું છે,

રાઘવજી પટેલએ તાજેતરમાં નિવેદનબાજી કરીને કિસ્મત પર દોષ નો ટોપલો નાખીને સત્તા લેવા જતા ઘરે બેસવાનો વારો આવ્યો છે તેવું જણાવ્યુ હતુ,તેવામાં આજે ભાજપના રાઘવજી પટેલએ મારી સત્તા નથી,મારુ ચાલતુ નથી, તેવો ખેડૂતો સામે વાતચીત કરતા સમયે બળાપો ઠાલવ્યો છે,

એક સમયે ખેડૂતોના નેતાની છાપ ધરાવતા અને ખેડૂતોના પ્રશ્ને છાસવારે રસ્તા પર આવીને ભાજપ સરકાર પર પ્રહારો કરતા રાઘવજી પટેલ હાલ ભાજપનો ખેસ ધારણ કર્યો છે,ત્યારે આજે ફરીવાર પોતાનો બળાપો કાઢીને અમારી સત્તા નથી.અમારી સહીથી કાઇ ચાલતું નથી,તેવું હાપા યાર્ડ ખાતે દોડી આવીને ખેડૂતો સામે  ફરી એકવાર હૈયાવરાળ ઠાલવી છે.

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ તાજેતરમાં હાપા યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં સારી ગુણવત્તાની મગફળી હોવા છતાં મગફળીના સેમ્પલો રીજેક્ટ કરવાના મામલે અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપ કરીને અધિકારીઓ જ ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં સરકાર સફળ થાય તેવું ઇચ્છતા નથી તેવા આક્ષેપ ખુદ ભાજપના જ આગેવાનો દ્વારા કરવામાં આવતા ભારે ચકચાર જાગી હતી,

તેવામાં આજે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે દોડી આવેલા અને ખેડૂત નેતાની છાપ ધરાવતા રાઘવજી પટેલએ ટેકાના ભાવે ખરીદાતી મગફળીના પ્રશ્ને ખેડૂતો સાથે વાતચીત કરતાં સમયે સત્તા વગર અમારું કશું ચાલતુ ન હોવાનો ફરી એક વાર ગાણું ગાતા જોવા મળ્યા હતા.

રાઘવજી પટેલએ જણાવ્યુ હતું કે,અધિકારીઓને ક્યાં મત લેવા જવા છે મારે જવાબ આપવો પડે છે અને અમારી કોઈ સત્તા નથી,મારી સહીથી જો ચાલતું હોય તો એકેય ખેડૂત દુ:ખી થાય નહીં,તેમ કહીને આડકતરી  રીતે ભાજપમાં મારુ કાઇ ચાલતુ ન હોવાનો ઈશારો કરીને અસંતોષ હોવાનો ફરીથી વિવાદ છેડ્યો હોવાનું આ ચિત્ર પરથી ઉપસી રહ્યું છે.