સસ્તા અનાજની દુકાનોમાં ચાલતી પોલમપોલ મુદ્દે લોકોને જાગૃત કરતા મહિલા કોર્પોરેટર રચના નંદાણીયા
લોકો પણ આગળ આવે તે ખુબ જરૂરી છે....

Mysamachar.in-જામનગર
જામનગરના સસ્તા અનાજની દુકાનોમાં છેલ્લા કેટલાય સમયથી લાલીયાવાડી પુરવઠા વિભાગની મીઠી નજર સિવાય ચાલવી અશક્ય છે, આવી દુકાનો પર આવતા ગ્રાહકોને મનફાવે તેવા જવાબો, મન થયા તો દુકાનો ખોલવી નહિતર બંધ, મોટાભાગના નિયમોની એસીતેસી કરવી, અને અપૂરતા અને સડેલા અનાજના જથ્થાની લોકોની થોકબંધ ફરિયાદો છતાં થવી જોઈતી કોઈ કાર્યવાહી પુરવઠા વિભાગ ના કરતુ હોવાનું સામે આવે છે. જેના હર્યાભર્યા કારણો છે, એવામાં જામનગર શહેરના વોર્ડ નંબર 4 ના લડાયક અને લોકોના પ્રશ્નો માટે હરહમેશ સજાગ રહેતા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા પણ હવે રાશનની દુકાનોમાં સડેલા અનાજ સહિતની ફરિયાદોને લઈને આગળ આવ્યા છે, આજે રચના નંદાણીયાએ પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને જાગૃત કરતો વિડીયો પોસ્ટ કર્યો છે. અને લોકોને જાગૃતતા કેળવવા અપીલ કરી છે,
વિડીયોમાં રચનાબેને જે લોકો અને ખાસ કરીને બેહનો સસ્તા અનાજની દુકાનો પર દરમહિને અનાજ લેવા જાય છે તેને મેસેજ આપતા કહ્યું છે કે બેહનો દુકાન પર જ અનાજ ચેક કરે, કારણ કે જામનગરમાં કેટલીય દુકાનોમાં સડેલા ઘઉં અને ચણા દેવામાં આવે છે, ત્યારે લોકો જાગૃત થાય...અને લોકો આ અનાજ તમે ખાવ છો, તો આ પ્રશ્ન તમારો પણ છે, વધુમાં તેવોએ અપીલ કરતા કહ્યું કે એકલ દોકલ નહી પરંતુ એક ગ્રુપ બનાવીને સસ્તા અનાજની દુકાને જથ્થો લેવા માટે લોકો જાય અને ત્યાં જો સડેલ અનાજ મળે તો ત્યાં જ દુકાનદારને તેની જાણ કરો,..અને જો સસ્તા અનાજના દુકાનદાર દાદાગીરી કરવાનો પ્રયાસ કરતા તેનું શુટિંગ પણ ઉતારી લો...અને કેટલીક દુકાનોમાં એવી પણ ફરિયાદ છે કે માલ પુરતો નથી મળતો તેનો પણ વિરોધ લોકોએ કરવો જોઈએ.
સસ્તા અનાજના દુકાનદારો દાદાગીરી કરે છે, ત્યારે લોકોને આ દુકાનદારોની દાદાગીરી સહન ના કરવાની સલાહ પણ રચનાબેને આપી છે, અને જો સડેલો કે અપૂરતો માલ આવે તો જીલ્લા પુરવઠા કચેરીમાં જઈ અને અધિકારીને જાણ કરો,.. રચનાબેન ખુદ પોતે જોયેલ અનુભવ વર્ણવતા એમ પણ કહ્યું કે સસ્તું અનાજ લઇ લીધા બાદ કેટલીક મહિલાઓ પાસેથી એક છકડા રીક્ષાવાળો સસ્તા અનાજનો માલ લઇ જાય છે અને તેની બદલીમાં ડોલ કે વાસણ આપી જાય છે અને બાદમાં એ છકડાવાળા મારફતે સસ્તા અનાજનો જથ્થો અલગ અલગ કંપનીઓમાં આપી દઈએ છીએ, અને એ માલથી બિસ્કીટ અને દુધનો પાઉડર બનાવવામાં આવે છે. માટે લોકો આગળ આવે અને જાગૃત બનશે તો એક વાર બે વાર કે ત્રણ વાર વિરોધ કરવાથી ઘરમાં ચોક્ખું અને પુરતું અનાજ આવશે..અને વીડિયોના અંતે આ મામલે લોકો જાગૃત બનશે તેવી આશા લડાયક કોર્પોરેટર રચના નંદાણીયાએ વ્યક્ત કરી છે.