અમદાવાદથી આવેલ મેફેડ્રોન ડ્રગ્ઝનો જથ્થો જામનગરમાં નશાખોરો સુધી પહોચે તે પહેલા જ ઝડપાઈ ગયો 

એક  ઝડપાયો,2 ના નામ ખુલ્યા 

અમદાવાદથી આવેલ મેફેડ્રોન ડ્રગ્ઝનો જથ્થો જામનગરમાં નશાખોરો સુધી પહોચે તે પહેલા જ ઝડપાઈ ગયો 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

દારુ ગાંજા બાદ આજના યુવાઓ અલગ અલગ પ્રકારના માદક દ્રવ્યોના સેવન સાથે જોડાય અને પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે, ત્યારે જામનગર એસઓજીને જામનગરમાં નશો કરનાર સુધી મેફેડ્રોન પાઉડર પહોચે તે પહેલા જ ઝડપી પાડવામાં સફળતા મળી છે, જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શનમાં એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર કે.કે.ગોહિલના નેત્રુત્વ વાળી ટીમને ખાનગી રાહે હકીકત મળેલ કે જામનગર ખાતે રહેતો શબીર ઈકબાલ વાઘેર રાજકોટ તરફથી નશાકારક પાવડર મેફેડ્રોન લઈને ખીજડીયા બાયપાસેથી નીકળનાર હોય...

જેથી હકીકત આધારેઉપરોકત જગ્યાએ વોચમાં રહી રેઈડ કરતા શબીર નામના ઈસમના કબ્જામાંથી મેફેડ્રોન પાવડર ડ્રગ્સ 54 ગ્રામ કી.રૂા. 5,40,000 તથા અન્ય મુદામાલ મળી કી.રૂા.5,50,300 સાથે ઝડપાઈ ગયેલ છે અને આ મેફેડ્રોન પાવડર અમદાવાદ ખાતે રહેતા આદીલએ મોકલેલ હોય તેમજ જામનગર રહેતા સમીર બશરને આપવાનો હોય જેથી ઉપરોકત ત્રણેય ઈસમો વિરૂધ્ધ પંચ એ ડીવી. પોલીસ મથકમાં એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.