વાપીથી અમદાવાદ જતી એસટી બસમાંથી “પુષ્પા” દારુ સાથે ઝડપાઈ 

પુરુષોની સાથે અમુક કિસ્સાઓમાં સ્ત્રીઓ પણ દારૂની હેરાફેરી કરી રહી છે

વાપીથી અમદાવાદ જતી એસટી બસમાંથી “પુષ્પા” દારુ સાથે ઝડપાઈ 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-નવસારી:

દારૂની હેરાફેરીમાં પુરૂષોની સાથે હવે મહિલાઓની પણ કેટલાક કિસ્સાઓમાં સંડોવણી સામે આવી રહી છે, મહિલાઓ પર કોઈ પણ શંકા થતી નથી અને મહિલાઓ પોતાની નાની હેન્ડબેગમાં આસાનીથી એક પેટી દારૂ લઈ જઈ શકે છે જેને કારણે બુટલેગરો દ્વારા મહિલાઓને આ ધંધામાં હવે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. ત્યારે બસમાંથી દારૂ સાથે એક મહિલા ઝડપાઈ હતી. આ સમગ્ર મામલે 65 વર્ષીય મહિલા પુષ્પા ખલાસી વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નવસારી ડેપો પર વાપીથી અમદાવાદ જતી ST બસમાંથી 8 હજારના દારૂ સાથે એક મહિલા ઝડપાઈ હતી. છેલ્લા લાંબા સમયથી એસ.ટી.બસમાં દારૂની હેરાફેરી સરળ બની હોય તેમ બુટલેગરો આસાનીથી એસ.ટી.માં દારૂની ખેપ મારી રહ્યા છે. ત્યારે નવસારી એસટી બસ ડેપો ખાતે વાપીથી અમદાવાદ જતી બસમાં 8 હજારના દારૂ સાથે એક મહિલાને પોલીસે ઝડપી હતી. ટાઉન પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.