જયારે યુવકને ઓનલાઈન મોબાઈલ મંગાવવો પડ્યો ભારે..

મામલો પહોચ્યો પોલીસ પાસે

જયારે યુવકને ઓનલાઈન મોબાઈલ મંગાવવો પડ્યો ભારે..
પ્રતીકાત્મક તસ્વીર

mysamachar.in-જામનગર

આજકાલ ઓનલાઈન ચીજવસ્તુઓ મંગાવવા નો જબરો ટ્રેન્ડ ચાલી રહ્યો છે,અને તેમાંય ખાસ કરી ને યુવક અને યુવતીઓ મોટાભાગની જીવનજરૂરી ચીજવસ્તુઓ વિવિધ કંપનીઓ પાસેથી ઓનલાઈન મંગાવી રહ્યા છે.ત્યારે જામનગરના યુવક ને ઓનલાઈન મોબાઈલ મંગાવવાનું ભારે પડ્યાનો કિસ્સો સામે આવ્યો છે,

જેમાં જામનગર ના ૫૮ દિગ્વિજયપ્લોટ હિંગલાજ ચોકમાં વસવાટ કરતાં ભરત સુરેશભાઈ ભદ્રા નામના ૧૯ વર્ષીય યુવકે એમેઝોન કંપનીમાં થી એક મોબાઈલ ફોન ઓનલાઈન ઓર્ડર કર્યો હતો,જેની ડિલિવરી ઈકાર્ટ કુરિયરમાં આવેલ જે લઈને ઈ કાર્ટ કંપનીનો ડિલિવરીબોય જયારે ભરત ભદ્રા પાસે પહોચ્યો ત્યારે ભરતે પોતા પાસે હાલ પૈસા ના હોય ડિલિવરી નહિ લેવાનું જણાવ્યું હતું,અને બેન વચ્ચે સામાન્ય ચકમક પણ ઝરી હતી,

જે બાદ ડિલિવરીબોય અને અન્ય બે શખ્સો એમ કુલ ત્રણ લોકોએ ભરતને હિંગલાજચોકમા બોલાવી અને તેના પર મુઠ,પટ્ટા વગેરેથી માર મારી હુમલો કરતાં આ મામલાની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાતા વધુ તપાસ પ્લોટ ચોકી પીએસઆઈ દ્વારા હાથ ધરાઈ રહી છે.