જામનગર તાલુકામા સૌથી વધુ મતદારો સામે સમસ્યાઓનો પણ વધુ પડકાર

......તો વળી સુવિધાથી અળગા તાલુકાઓમા પણ હવે ઓંચિતા કામ મંજુર કરવાથી શુ વળશે?

જામનગર તાલુકામા સૌથી વધુ મતદારો સામે સમસ્યાઓનો પણ વધુ પડકાર

Mysamachar.in-જામનગર

જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતોની ચુંટણીઓ છે ત્યારે સૌથી વધુ મતદારો પણ જામનગર તાલુકામા છે, અને સમસ્યાની ભરમાર પણ આ 102 ગામ ધરાવતા તાલુકામા વધુ છે, તે પડકારજનક બની શકે તેની સામે બીજા તાલુકાઓમા પણ ખાસ કઇ વધુ સંતોષકારક સ્થિતિ નથી પરંતુ તેના પ્રશ્નો અલગ છે જામનગર તાલુકામા દરિયાઇ ખારાશ, ટ્રાફીક સમસ્યા, ઉદ્યોગના કારણે લાભના બદલે પરેશાની બે રોજગારી સલામતીના પ્રશ્નો બીજા પ્રશ્નો કરતા મોટા છે, તો બીજા તાલુકાઓમા વીજળી, પાણી, સડક, પુલ એસટી, સરકારીકામકાજમા મુશ્કેલી વગેરે અનેક રોજ બરોજની સમસ્યાઓ સાથે જાહેર સુવિધાઓની ખામીઓથી પ્રજા નારાજ હોય તે સ્વાભાવિક છે, આ સંજોગોમા ઓચિંતા વરસાદની જેમ કામો ફટાફટ મંજુર કરી ખાતમહુર્ત કરતા જવાથી તાત્કાલીક ગામડા કે તાલુકાના પ્રજાજનો રીઝાય જાય તેવુ માનવુ વધુ પડતુ ગણી શકાય છે.

- જીલ્લામાં તાલુકાવાર  મતદારો

જામનગર તાલુકામા  83511 પુરૂષ  77980 સ્રી સહિત કુલ 161491

કાલાવડ તાલુકામાં 48436પુરૂષ અને  44075સ્રી સહિત કુલ 92511

લાલપુર  તાલુકામા  50682 પુરૂષ  47578 સ્રી સહિત 98260

જામજોધપુર તાલુકામાં  43807પુરૂષ તેમજ  40113સ્રી મળી કુલ  83920

ધ્રોલ તાલુકામાં પુરૂષ મતદાર 23215 સ્રી મતદાર 21522 મળી કુલ 44737

જોડિયા તાલુકામાં  26584પુરૂષ અને 24517 સ્રી મતદાર સહિત કુલ 51101મતદારો છે.

- તાલુકા મથકોએ પણ અસુવિધા તો  પછી......

સામાન્ય રીતે જીલ્લામા જીલ્લાસ્તરના કામો થાય બાદમા જિલ્લામા  તાલુકાઓના લેવલે પ્રજા સુવિધાના કામો થાય પરંતુ કોને ખબર કેમ જામનગર તાલુકા મથક જાતે જ  એક  શહેર છે એટલે એ બાદ કરતા બાકીના પાંચ તાલુકાઓમા પુરતી સુવિધા તાલુકા સ્તરની ન હોઇ તેમજ આરોગ્ય-શિક્ષણ- સારા રોડ સહિત જાહેર સુખાકારી-ઉચ્ચ શિક્ષણ જેવા મહત્વના મુદે ગ્રામજનોને સંતોષ થાય તેવુ દરેક તાલુકાઓમા નથી તેમ સમગ્રપણે જોતા સમીક્ષકો જણાવે છે.