દ્વારકા જિલ્લામા ખાત્રી બાદ પણ વીજ ધાંધીયા

આ તે કેવી વ્યવસ્થા..?

દ્વારકા જિલ્લામા ખાત્રી બાદ પણ વીજ ધાંધીયા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જામનગર જિલ્લાની જેમ જ દ્વારકા જિલ્લામા પણ વીજ ધાંધીયા ચરમસીમાએ છે, અને વીજવિભાગ લેખીત ખાત્રી પણ પાળી શકતુ નથી, દ્વારકા જિલ્લાના વડુમથક ખંભાળિયાના મોટા ભાગના ગ્રામ્ય પંથકમાં પીજીવીસીએલની ઘોર બેદરકારીના લીધે અનિયમિત વીજપૂરવઠો મળે છે.અસંખ્ય લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતા અધિકારીઓના બહેરા કાને અથડાતી હોય તેમ કાયમી ઉકેલ આવતો નથી. વડત્રા 66 કેવી સબ ડિવિઝન હેઠળ આવતા ગામડામાં છેલ્લા કેટલાક દિવસોથી વીજળી ન મળતા થોડા દિવસો પહેલા ખેડુતો કંટાળીને ખંભાળિયા પીજીવસીએલ કચેરીએ પહોંચ્યા હતાં.અને કચેરીના મુખ્ય દરવાજાને તાળાબંધી કરી હતી.તંત્ર દ્વારા લેખતિમાં નિયમિત વિજળી પુરી પાડવાની બાહેંધરી આપતા અંતે દરવાજો ખોલ્યો હતો. આવી જ સ્થિતિ કલ્યાણપુર ભાટીયા દ્વારકા ભાણવડ સહિતના પંથકોમા છે,  જ્યા વીજ ધાંધીયાથી તાલુકા મથકોએ અને ગામડાઓમા લોકો ત્રાસી ગયા છે,

જામનગર જિલ્લાની જેમ દ્વારકા જિલ્લામા પણ વીજવિભાગ સામે વિરોધ દેખાવો તોડફોડ વગેરે થયા રાખે તો નવાઇ નહી કેમકે હાલના સમયમા લોકોને પંખા, ટીવી, ફોન, કોમ્યુટર, એ.સી., કુલર, ઓફીસ ઓપરેટીંગ, કલીનીક લેબ ઓપરેટીંગ, કારખાના, ખેતી, વેપાર ધંધા સહિત દરેક ક્ષેત્રમા વીજવપરાશ ની સતત જરૂર રહે છે,પણ ધાંધીયા વાળો વીજવિભાગ આજના આધુનિક યુગમા અપડેટ થવાને બદલે ધાંધીયામા વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.