ખાનગી બસ પલ્ટી,35 મુસાફરો થયા ઈજાગ્રસ્ત 

ઉતરપ્રદેશથી મજુરો ભરાઈ ને આવી રહી હતી બસ 

ખાનગી બસ પલ્ટી,35 મુસાફરો થયા ઈજાગ્રસ્ત 

Mysamachar.in-ગોધરા 

રાજ્યમાં વણથંભી અકસ્માતોની વણઝાર વચ્ચે આજે સવાર સવારમાં અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સદનસીબે કોઈ મોટી જાનહાનીના અહેવાલો હજુ સુધી સાપડયા નથી, ગોધરા નજીક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતાં હડકંપ મચી જવા પામ્યો હતો. ઉત્તરપ્રદેશથી સુરત જઈ રહેલી બસને ગોધરા-પરવડી ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. બસ પલટી ખાઈ જતાં સ્થાનિકો સહિત તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. આ અકસ્માતમાં 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

કોરોના કાળમાં લોકડાઉનને કારણે ગુજરાતમાં રાજ્ય બહાર રહેતાં અને કામ અર્થે આવેલાં લોકો પોતાના વતન પરત ફર્યા હતા. જો કે, હવે ફરીથી ગુજરાતમાં ધંધાકીય પ્રવૃતિ ધમધમતાં શ્રમિકો પરત ગુજરાત આવી રહ્યા છે. તેવામાં ઉત્તરપ્રદેશથી શ્રમિકો સુરતમાં મજૂરી કામ અર્થે આવી રહ્યા હતા. તે સમયે પંચમહાલના ગોધરા તાલુકાની ગોધરા-પરવડી ચોકડી પાસે લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી.ઘાયલોને નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.