'મારી બોડીથી કંટાળી ગયો છું, સોરી મમ્મી-પપ્પા માફ કરજો'

'મારી બોડીથી કંટાળી ગયો છું, સોરી મમ્મી-પપ્પા માફ કરજો'
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

તમે અત્યારસુધીમાં માતા-પિતાના ઠપકા, અભ્યાસના ટેન્શન કે પ્રેમમાં દગો મળતા આપઘાત કર્યાના અનેક કિસ્સા સાંભળ્યા હશે પરંતુ અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકે પોતાના દુબળા શરીરથી કંટાળી આપઘાત કરી લીધો. મૃતક યુવકનું નામ ગૌરવ છે જે મૂળ લુણાવાડાના વાડોદર ગામનો રહેવાસી છે. ગૌરાંગ NEETની પરીક્ષાની તૈયાર કરવા અમદાવાદ આવ્યો હતો. અહીં તે થલતેજ પાસે મેનકા સોસાયટીમાં પીજીમાં રહેતો હતો. આ દરમિયાન તેણે પીજીના રૂમમાં રાતે પંખા સાથે ચાદર બાંધી આપઘાત કરી લીધો. ત્યારબાદ પીજી સંચાલકોએ જાણ કરતાં તાત્કાલિક પોલીસ કાફલો દોડી આવ્યો અને તપાસ હાથ ધરી. તપાસમાં એક ચીઠ્ઠી મળી આવી હતી જેમાં લખેલું હતું કે 'મારી બોડીથી કંટાળી ગયો છું,સોરી મમ્મી-પપ્પા માફ કરજો'. પોલીસે ઘટનાની જાણ ગૌરાંગના માતા-પિતાને કરી હતી, જેઓ અમદાવાદ દોડી આવ્યા હતા અને ગૌરાંગના મૃતદેહને વતન લઇ ગયા હતા.