ખંભાળિયામાં એક વ્યકિતને જાહેરમાં માર મારવાનો વિડીયો થયો છે વાઇરલ...જુઓ VIDEO

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

તાજેતરમાં સમગ્ર દેશમાં સામૂહિક હુમલાઑ કરવાના વધતાં બનાવોના પગલે ભારે હોબાળો મચ્યો હતો તેવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં ગત સાંજે એક વ્યકિત પર ખિસ્સાકાતરું સમજીને લોકોના ટોળાએ તેના પર તૂટી પડીને જાહેરમાં સરભરા કરવામાં આવી હતી ભરબજારે લોકોના સમૂહ દ્વારા આ વ્યકિતને માર માર્યાનો વિડીયો વાયુવેગે સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં સારી એવી ચર્ચા જાગી છે,

ટોળા દ્વારા માર મારવાના વાઈરલ થયેલ આ વિડીયો અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ.પી. રોહન આનંદની Mysamachar.in દ્વારા પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેમણે જણાવ્યુ હતું કે આ મામલે ભોગ બનનાર વ્યકિતનું નિવેદન લેવામાં આવશે અને જરૂરી કાર્યવાહી તેના નિવેદન બાદ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. 

વિડીયો જોવા ક્લીક કરો