વિદ્યાર્થી વાહન ચલાવતા પકડાશે તો વાલીઓ-સ્કૂલ સામે થશે આવી કાર્યવાહી !

વિદ્યાર્થી વાહન ચલાવતા પકડાશે તો વાલીઓ-સ્કૂલ સામે થશે આવી કાર્યવાહી !
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-સુરતઃ

અમદાવાદમાં 12 વર્ષના બાળકે પૂરપાટ ઝડપે કાર હંકારી 10થી વધુ વાહનોને અડફેટે લીધા હતા, જો કે સદનસીબે કોઇજાનહાની થઇ ન હતી, પરંતુ આ ઘટનાને ધ્યાને રાખી ટ્રાફિક પોલીસે સાવચેતીના ભાગરૂપે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. સુરત ટ્રાફિક પોલીસે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઇ વિદ્યાર્થી વાહન ચલાવતા પકડાશે તો વિદ્યાર્થીના વાલી અને તે જે સ્કૂલમાં ભણતો હશે તેની સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે. જો કે પોલીસે વાલીઓ અને સ્કૂલ સંચાલકોને બે દિવસની છૂટ આપી છે, બે દિવસ દરમિયાન પોલીસ અને વાલીઓ-શાળાના સંચાલકો વચ્ચે બેઠક મળશે. ત્યારબાદ સોમ અને મંગળવાર બાદ બુધવારથી શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો નવા નિયમ બાદ પણ વિદ્યાર્થીઓ નિયમોનું પાલન નથી કરતાં તો શાળાની બહાર પણ વાહનો દેખાશે તો ક્રેન દ્વારા ટોઇંગ કરાશે. સગીરવયનો બાળક વાહન ચલાવતો પકડાશે તો કલમ 304 અને 289 મુજબ ગુનો દાખલ કરવામાં આવશે.