ડમ્પરની ઠોકર લાગતા રસ્તા પર જ કાર સળગી, 3 લોકો બળીને ભડથું થઇ ગયા

ડમ્પરની ઠોકર લાગતા રસ્તા પર જ કાર સળગી, 3 લોકો બળીને ભડથું થઇ ગયા

Mysamachar.in-સાબરકાંઠાઃ

સાબરકાંઠામાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં 3 લોકના મોતના સમાચાર આવ્યા છે. તલોદના તાજપુર કેમ્પ પાસે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. ડમ્પર સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી જતાં કારમાં સવાર 3 લોકો ભડથું થઇ ગયા હતા. આ અકસ્માત મોડી રાત્રે થયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાં ભડથું થયેલા ત્રણેય મૃતદેહોને તલોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની વિગત પ્રમાણે શુક્રવારે રાતે બાર વાગ્યાની આસપાસ ડમ્પરે કારને ટક્કર મારતા કાર ફંગોળાઇ ગઇ હતી. જે બાદ કારમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ તેમાં સવાર ત્રણ લોકો આગને કારણે બળીને ભડથું થઇ ગયા હતાં. સ્થાનિક લોકોમાં વાયુ વેગે વાત પ્રસરતા ઘટના સ્થળે ભીડ જામી હતી. આ અંગે સ્થાનિક પોલીસે આવીને તપાસ હાથ ધરી છે. આ કારમાં બળીને ભડથું થયેલા લોકોની હાલ પોલીસે ઓળખ સહિતની કામગીરી હાથ ધરી છે. ભડથું થયેલા ત્રણેય મૃતદેહોને તલોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.