બિન સચિવાલયની પરીક્ષા મામલે ગૃહમંત્રીએ આપ્યું મોટું નિવેદન

બિન સચિવાલયની પરીક્ષા મામલે ગૃહમંત્રીએ આપ્યું મોટું નિવેદન
ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થયાનું બહાર આવ્યા બાદ લાખો વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ગાંધીનગર ખાતે ઉગ્ર દેખાવો પણ કર્યા પરંતુ પોલીસે દોડાવી દોડી માર મારી પાછા ધકેલી દીધા, તો 100થી વધુ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી. સમગ્ર મુદ્દે વિદ્યાર્થીઓ વિરોધ બાદ ગૃહમંત્રી પ્રદિપસિંહે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યુ કે ગૌણ સેવા મંડળને મળેલી તમામ ફરિયાદો પર જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે, જે હાલ અંતિમ તબક્કામાં છે. બે દિવસમાં એક્શન લેવામાં આવશે. જો કે પરીક્ષા રદ કરવામાં નહીં આવે. તેઓએ કહ્યું કે પાંચ જિલ્લામાં 39 ફરિયાદો મળી છે, વોટ્સએપ પર વાયરલ થયેલી ચેટ તથા CCTV તપાસવાનું કામ અંતિમ તબક્કામાં છે. આ માટે ગૌણ સેવા મંડળ દ્વારા મોટી સંખ્યામાં ટીમો બેસાડી તપાસ કરવામાં આવી રહી છે. ચોરી કરનારાઓની તપાસ કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં સાચો માણસ નોકરીથી વંચિત રહી ન જાય અને નિર્દોષને દંડ થઇ ન જાય તે માટે જીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા સીસીટીવી સાચા હતા.

રાજ્યમાં 6 લાખ કરતા વધારે ઉમેદવારો હાજર રહ્યા હતા. રાજ્યમાં અત્યારે 25,000 કરતા વધારે યુવાનો રોજગારી આપવાનું કામ સરકારે કર્યું છે. 3173 પરીક્ષા કેન્દ્રોમાં 98 ટકા વધારે સીસીટીવી હેઠળ આવરી લેવામાં આવ્યું હતું. આ પરીક્ષા પૂર્ણ થયા બાદ 39 લેખીત ફરિયાદ 26 જેટલા વોટ્સએપના ચેટો પણ ફરિયાદ કરવામાં આવી હતી.ગેરરીતિમાં પાલનપુરમાં એફઆઈર (FIR) નોંધીને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય પરીક્ષાઓની જેમ આમા પણ વેઈટિંગ લિસ્ટ બનાવાની જરૂર જણાય તો કેટલાક સુધારા કરીને તૈયાર કરવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સંવાદના સાથે સૂચના આપી હતી.