ભારત સરકારના પ્રોજેક્ટને પાણી ઢોળ કરતા અધિકારીઓ...

ભારત સરકારના પ્રોજેક્ટને પાણી ઢોળ કરતા અધિકારીઓ...

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દ્વારકા જિલ્લામા એક દરિયાઇ વિસ્તારને વિકસાવવાના કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ ઉપર બે અધિકારીઓ કથિત ભ્રષ્ટાચારના હાટડા ખોલી ભારત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઉપર પાણી ઢોળ કરી રહ્યાનુ જણાવી અમુક ગ્રામજનો દ્વારા સરકારના એટલે કે આમ તો પ્રજાના નાણા વેડફાતા રોકવા જલદ આંદોલન કરશે તેમ  સ્ફોટક વિગતો આપતા જણાવ્યુ છે, કુદરતી રીતે જ આમ તો સ્વયં સૌદર્ય ધરાવતા દ્વારકા જિલ્લાનો શિવરાજપુરનો બીચ વર્ષોથી પ્રવાસીઓનુ આકર્ષણ છે, ત્યારે કેન્દ્ર સરકાર તેને બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે ડેવલપ કરી વિશ્ર્વકક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા આગળ ધપ્યુ છે જે માટે ઇકોલોજી કમીશન કામ કરી રહ્યુ છે,

ગામના અમુક જાગૃત નાગરિકો પાસેથી મળી રહેલી માહિતી અને આપેલા આવેદનપત્ર ના મુદાઓમાં પણ ટાંકવામાં આવ્યું છે કે કૃપાબેન અને પટેલભાઇ નામના બે અધીકારીઓ અહી આ પ્રોજેક્ટનુ કામ કરે છે અને કરાવે છે પરંતુ ખરેખર વિકાસ કરે છે કે રકાસ તે નક્કી થતુ ન હોવાથી સમગ્ર ડેવલપમેન્ટ કામ તેના પ્રોજેક્ટ રિપોર્ટ ફાળવાયેલ ફંડ થયેલો ખર્ચ અને મુળ યોજના આ બધુ જ સુસંગત છે કે કેમ તે જોવાની તપાસ કરવાની ખાસ જરૂર હોવાની વિસ્તૃત રજુઆત ઉચ્ચ કક્ષાએ થઇ છે, જેમા કોન્ટ્રાક્ટ આપવામા ખાસ ગેરરીતી થતી હોય જિલ્લા અને તાલુકાકક્ષાના પ્રતિનિધીઓ પણ ધ્યાન આપે તેવી માંગણી થઇ છે,

-વર્કઓર્ડર છુપાવાય છે....ગે.કા. ખનન
આ બીચ ડેવલપમેન્ટ માટે જુદા-જુદા વર્ક ઓર્ડર અપાય છે, તે છુપાવાય છે માટે ભ્રષ્ટાચાર થાય છે તે શંકાને સમર્થન મળી રહ્યુ છે, નહી તો વર્કઓર્ડરની મુખ્ય વિગત જાહેર કરવાની હોય છે, તેમ છતા જાગૃત લોકોના આગ્રહ છતા દર્શાવાતા નથી તેમજ આ ગામમા ગેરકાયદેસર ખનન કરાવી ખનીજ દરિયા કાંઠે ભરતીમા ઉપયોગમા લેવાય છે, આવી તો અનેક કથિત ગેરરીતી આ બહેનશ્રી અને ભાઇશ્રી કરી સરકારની આંખમા ધુળ નાંખે છે,તેમ પણ જાગૃત નાગરિક જણાવે છે.