જુગારીઓ પણ જાહેરનામાંથી કઈ રીતે રહી જાય બાકાત...

જુગારીઓ પણ જાહેરનામાંથી કઈ રીતે રહી જાય બાકાત...

Mysamachar.in-જામનગર:

આ ચેતવણીની ઘટના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે બની છે જેમાં પાચ શખ્સોં ને જુગાર રમતા પોલિસ એ ઝડપી લીધા પછી તેમની સામે જાહેરનામાના ભંગનો ગુન્હો નોધી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવતા જુગારીઓમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો છે, જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે જાહેરમાં જુગાર રમતા શખ્સોંની બાતમી પરથી જામજોધપુરની તરસાઈ પોલિસ એ  દરોડો પાડી જુગાર રમતા પાચ શખ્સોને  ગંજીપતના તીનપત્તિ નો જુગાર રમી હાર જીત કરતા રૂ 4200 ની રોકડ સાથે ઝડપી લીધા હતા  

આ પાચેય જુગારી સામે જુગારધારા ની કલમનો ગુનો નોંધ્યો હતો, આ ઉપરાત તેઓ સામે જામનગર જિલ્લા કલેકટરના જાહેરનામા મુજબ ચાર થી  વધુ લોકો એ જાહેર માં એકઠા થઇ ગુનો કર્યો  હોવા થી તેઓ સામે વધુ એક જાહેરનામાં ભંગનો ગુન્હો પણ નોંધવામાં આવ્યો હતો, આમ જુગાર રમી રહેલા ઈસમો સામે જુગારની કલમ ઉપરાંત જાહેરનામાં ભંગનો ગુન્હો પણ નોંધવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે.આ ઉપરાત જીલ્લામાં પોલિસએ જિલ્લા કલેકટરના જાહેરનામા નો ભંગ કરવા સબબ  કાલાવડમાથી બે, ધ્રોલમાથી ઍક, સીટી સી ડીવીઝન વિસ્તારમાં 9 કેસ, સીટી બી ડીવીઝન વિસ્તારમાં 5 કેસ, સીટી એ વિસ્તારમાં ૨ કેસો જાહેરનામાં ભંગના કરવામાં આવ્યા છે.