અમદાવાદ:સોનોગ્રાફી મશીનને લઈને હાઈકોર્ટ આપ્યો મહત્વનો ચુકાદો

અમદાવાદ:સોનોગ્રાફી મશીનને લઈને હાઈકોર્ટ આપ્યો મહત્વનો ચુકાદો

mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં ખાસ કરીને મહિલા દર્દીઓમા પરીક્ષણના નામે કુખમા જ ભ્રુણ હત્યા કરી નાખવાના   અને ઉપરાંત ગર્ભમાના બાળકની જાતીય તપાસણી સહિતના કેસો કેટલીય વખત સામે આવી રહ્યા છે,અને આ માટે મોટા પાયે સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવું પણ સામે આવ્યું  છે ત્યારે ગુજરાતમાં હવે સોનોગ્રાફી મશીન રાખતા પેહલા સોનોગ્રાફી મશીન રાખનાર તબીબ એ એક ચોક્કસ પ્રકારની તાલીમ લેવાનો હુકમ ગુજરાત હાઈકોર્ટ એ કર્યો છે,

આજે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં  ગુજરાતમાં સોનોગ્રાફી મશીન ધરાવતા  તમામ તબીબો, સ્ત્રી રોગના તબીબો સહિતનાઓને હવે જો સોનોગ્રાફી મશીન રાખવું હોય તો  સોનોગ્રાફી મશીન અંગેની એક ખાસ પ્રકારની ટ્રેનિંગ અને પરીક્ષા આપવી પડશે તેવો મહત્વનો ચુકાદો ગુજરાતની મહિલા દર્દીઓના હિતને લઈને લીધો હોવાનું કોર્ટે આજે આપેલા ચુકાદામાં ટાંક્યું છે.