Mysamachar.in:જામનગર:
હાલારમા ઘણા દિવસથી કોલ્ડવેવ છવાઇ જતા ઠંડી જાણે પેટમા ઘુસી ગઇ છે સતત ટાઢના કારણે તાપમાનના નજીવા ફેરફાર થાય તો પણ ઠંડી તો લાગે જ છે અને પેટમા તો ઘુસે છે સાથે-સાથે શ્વાસમાં જતી ઠંડી હવા ગળા શ્વાસનળી ફેફસામા ભરાતા ઉધરસ કફ છાતીમા અકળામણ ગળાની તકલીફ શ્વાસનળીની તકલીફ નાકની અવાજની તકલીફ થાય છે., નહી તો શિયાળો હેલ્ધી ઋતુ ગણાય પરંતુ જીવન પદ્વતિની ખોરાકની અનિયમિતતા વ્યસન તેમજ પ્રદુષણથી આ ઠંડીની લિજ્જત લેવાના બદલે લોકો કંટાળે છે અને બિમાર પડે છે,
હાલ ઘેર-ઘેર સામાન્ય ઉધરસ,તુટ કળતર, શરદી કફ તો ઘુસ્યા છે, ત્યારે આગળ જતા તે જુદા જુદા ફ્લુ વગેરે પગ કરી જાય તેવી દહેશત છે કેમ કે રોચાળાની દસ્તક તો છે ઉપરથી હાલારના મોટા ભાગમા ભેજ મિશ્રિત ઠારના કારણે જે હવા શ્વાસમા જાય છે તે વધુ નુકશાન કરે છે, તેમાય બાળકો વૃદ્ધો વધુ રોગમા સપડાય છે, ગરમ પાણીના કોગળા મીઠાના પાણીના કોગળા મધ હળદરનુ સેવન બહાર જતી વેળાએ નાક ઉપર આછુ કપડુ કાનમા રૂ કે મફલર ટોપી પટ્ટી હાથ પગમા મોજા વગેરે ઉપરાંત પુરતા ગરમ કપડા સાથે ઠંડા પાણી પીણા કે ઠંડો કે વાસી ખોરાક વગેરે ન લેવા સહિત અનેક બાબતોનુ ધ્યાન રાખવા સાથે જરા પણ શરીરમા ફેરફાર લાગે તો સારવાર લેવી અને વધુ કાળજી રાખવી જરૂરી છે તેમ સમગ્ર વિશ્ર્લેષણ કરતા નિષ્ણાંતોનો મત છે.