બનાસકાંઠા:ડીસામાં ફટાકડાની દુકાન ભડભડ ભભૂકી ઉઠી..જુઓ VIDEO

mysamachar.in-બનાસકાંઠા:

દિવાળીનો તહેવાર નજીક હોય તેવામાં ફટાકડાનો કારોબાર કરવા માટે તમામ નિયમો નેવે મૂકીને ફટાકડાની દુકાનોના હાટડા જામનગર સહિત ગુજરાતનાં મોટા ભાગના શહેરોમાં ખૂલી ગયા છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની દુકાનમાં શોટ્સર્કિટને કારણે ધડાકા સાથે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગયી હતી અને આગના કારણે આજુબાજુની દુકાનોમાં પણ નુકશાન થયેલું હતું જો કે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ફટાકડાની દુકાનમાં આગ લાગતાં ચારે બાજુ ફટાકડાના ધડાકાને કારણે ભયનો માહોલ ફેલાયો હતો દરમ્યાન ફાયરફાઇટર દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી જુઑ ડીસામાં ફટકડાની દુકાનમાં લાગેલી આગનો વિડિયો. 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.