ટીખળખોરોની કરામત: જનતા કરફ્યું બાદ સોશ્યલમીડિયામાં વહેતી થયેલ રમુજ...

ટીખળખોરોની કરામત: જનતા કરફ્યું બાદ સોશ્યલમીડિયામાં વહેતી થયેલ રમુજ...

Mysamachar.in-અમદાવાદ:

અત્યારે દેશ દુનિયામાં જેની દહેશત છે, તે કોરોના વાઈરસનો ગુજરાતમાં પણ પગપેસારો થઇ ચુક્યો છે, કોરોના વાઈરસના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દેશના તમામ નાગરીકોને જનતા કર્ફ્યૂમાં જોડાવવા માટે અપીલ કરી હતી. અને જનતા કર્ફ્યૂના સંદર્ભે આજે સોશિયલ મીડિયામાં રમુજી મેસેજનો મારો લાગ્યો હતો. જનતા કરફ્યું જેવું પૂર્ણ થયું કે  સાંજે ૫ વાગે ૫ મિનિટ સુધી થાળી, ઘંટડી વગાડી સમર્થન આપવાનું જણાવ્યુ હતુ. જેને લઈ સોશિયલ મીડિયામાં રમુજ વહેતી થઇ છે, જેના અંશો અત્રે જોઈએ તો...

-થાળી વગાડી લીધો હોય તો ઘરમાં બેસજો, કોરોના બહાર જ ફરે છે

–આ થાળીઓ અને તાળીઓના અવાજો પરથી લાગતું નથી કે ૨૦૨૩માં પણ કોંગ્રેસ આવે !

-મોદીજીએ તો ૫ મિનિટ સુધી વગાડવાનું કહ્યુ હતુ પરંતુ આતો અડધો કલાકથી મંડયાં છે, શુ આ વગાડી વગાડીને કોરોનાને બહેરો કરી મારવાનો છે ? 

– છેલ્લા ૨૪ કલોકમાં પોલીસ કેસ-૦, ચોરી-૦, હત્યા-૦, એક્સીડન્ટ-૦ પણ પતિ-પત્નીના ઝગડા-૮૫,૩૪૪

– મોદીજીએ ૫ મિનિટ કીધું તું, લોકો અડધો કલાક ના માંડયાં છે, શું કોરોનાને બહેરો કરીને મારવાનો છે ?– 
– આજે રખડતા  કુતરા વિચારતા હશે…કે માણસોને આજે કોર્પોરેશનવાળા પકડી ગયા લાગે છે

– અમારી સોસાયટીમાં તો એવી થાળી વગાડી કે ૪ બાયુંને માતાજી આવી ગયા બોલો
– સમય જ બળવાન…ભૂંકપ વખતે કોઈ ઘરની અંદર જવા તૈયાર નહોતું, આજે કોઈ ઘરની બહાર જવા તૈયાર નથી.
– કોઈની ઉઘરાણી બાકી હોય તો આજે મોકો છે, ભાઈ ઘરે જ મળશે.