નવી ઇમારતો નહીં પણ...રાજ્યમા ૧૦૩ સરકારી મા.શાળાઓ ને મંજુરી

 નવી ઇમારતો નહીં પણ...રાજ્યમા ૧૦૩ સરકારી મા.શાળાઓ ને મંજુરી

my samachar.in:ગાંધીનગર 

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઘણા સમય પછી રાજ્યમાં નવી 103 જેવી માધ્યમિક શાળા ખોલવાની મંજૂરી આપી છે,જેમાં જામનગર જિલ્લામાં ૧ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩માધ્યમિક શાળા આ વર્ષે મંજુર કરાઈ છે,

રાજ્ય સરકાર દ્વારા આ માધ્યમિક શાળા માટે ૭૬૩.૧૦  લાખ ની જોગવાઈ સાથે ૧૫૫  શિક્ષકો,૧૦૩ પટ્ટાવાળાનું મહેકમ પણ મંજુર કરાયું છે ત્યારે સરકાર દ્વારા હાલ નવા મકાન ની જોગવાઈ કરાઈ નથી પરંતુ હાલ જે તે ગામ ની પ્રાથમિક શાળાનો ઉપયોગ કરવાનો રહેશે તેવું પરીપત્ર ના આધારે જણાવાયું છે,

રાજ્યમાં મંજુર થયેલ માધ્યમિક શાળાઓમાં થી જામનગરના ધ્રોલ તાલુકામાં ખેંગારકા ગામે તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભેનકવડ,ભાતેલ,અને ગઢેચી ગામેં માધ્યમિક શાળા શરૂ કરવાની  મંજૂરી રાજ્ય સરકાર દ્વારા અપાઈ  છે.